લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનપર્વમાં યુવાઓથી લઈને શતાયુ સુધીના તમામ નાગરિકો ઉત્સાહભેર સહભાગી થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના દેબાસીસ રાવલે પ્રથમ વખત ગુજરાતમાં મતદાન કરી ગર્વ અનુભવ્યો હતો. વાત જાણે એમ છે કે, પશ્રિમ બંગાળના આસનસોલ વિસ્તારના મતદારધારક દેબાસીસ રાવલ પોતાના કામકાજ અર્થે બહાર રહેવાના કારણે ઘણી વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનું ચૂકી જતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ વસવાટ કરતા દેબાસીસ રાવલે પોતાનું નામ અહીં ઉમેરાવ્યું હતું.
જેથી આ વખતની લોકસભાની ચૂંટણીમાં દેબાસીસ રાવલે પ્રથમ વખત ગુજરાતથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. આ વેળાએ તેમને ગર્વ પણ અનુભવ્યો હતો. મતદાન મથક પર ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થાપન જોઈ દેબાસીસ રાવલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તેનું ધ્યાન રાખી ચૂંટણી તંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે ખરેખર સરાહનીય છે. વધુમાં તેમણે સૌ નાગરિકોને દેશહિતમાં અવશ્ય મતદાન કરવું જ જોઈએ તેવી અપીલ પણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application