Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમેરિકામાં માઉઇનાં જંગલોમાં લાગેલ આગમાં મૃત્યુ આંક વધીને 93 થયો : ટાપુમાં કુલ 6 અબજ ડોલરનું નુકસાન થવાનો અંદાજ

  • August 14, 2023 

અમેરિકાનાં ઐતિહાસિક માઉઇના જંગલોમાં લાગેલી આગનો મૃત્યુ આંક વધીને 93 થઇ ગયો છે. આ આગ અમેરિકાનાં જંગલોમાં લાગેલી છેલ્લા 100 વર્ષની સૌથી ભયાનક આગ છે. માઉઇ પોલીસ વડાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ફક્ત ત્રણ ટકા વિસ્તારમાં જ સર્ચ ઓપરેશન થયું છે. તેમના મત અનુસાર હજુ મૃત્યુઆંક વધવાની શક્યતા છે કારણકે પાંચ ચોરસ માઇલના વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવાનું છે. સર્ચ ઓપરેશનમાં વિશેષ કૂતરાઓની મદદ લેવામાં આવી રહી છે. પશ્ચિમ માઉમાં 2200 બિલ્ડિંગ નાશ પામી છે અથવા નુકસાન થયું છે. જેમાં 86 ટકા ઇમારતો રેસિડેન્સિયલ છે. ટાપુમાં કુલ 6 અબજ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે.



માઉમાં હજુ પણ બે વિસ્તારોમાં આગ ચાલુ છે. આગમાં મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા છે કે, તેમને ઓળખવા મુશ્કેલ બની ગયા છે. ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. હવાઇનાં ગર્વનર જોશ ગ્રીને જણાવ્યું છે કે, મૃતકોની સંખ્યા હજુ વધવાની શક્યતા છે. તેમણે જણાવ્યું હતું કે દરરોજ 15 હજાર લોકોને ઘર છોડવાની ફરજ પડી હતી. હવે જે લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યાં છે તે પોતાના બળેલા ઘરોને જોઇને આધાતમાં છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર માઉઇમાં 85 ટકા આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2018માં કેલિફોર્નિયાના કેમ્પ ફાયરમાં આગ લાગી હતી જેમાં 85 લોકોનાં મોત થયા હતાં. જેમાં 18,000 ઘર, ઓફિસ અને બિલ્ડિંગ બળીને ખાક થઇ ગઇ હતી. 1.53 લાખ એકર વિસ્તારમાં આગ લાગી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application