Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Update : ઇન્ડોનેશિયાનાં જાવા દ્વીપમાં આવેલ ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 268, જયારે 151 લોકો લાપતા

  • November 23, 2022 

ઇન્ડોનેશિયાનાં જાવા દ્વીપમાં આવેલા ભૂકંપથી મરનારાઓની સંખ્યા વધીને 268 થઇ ગઇ છે કારણ કે ધરાશયી થયેલી ઇમારતોના કાટમાળ માંથી વધુ મૃતદેહો મળી આવ્યા હતાં. હજુ પણ 151 લોકો લાપતા છે. આ માહિતી નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીએ આપી હતી. એજન્સીના પ્રમુખ સુહરયાંતોએ પત્રકારોને જણાવ્યું હતું કે, સિયાંજુર શહેરની પાસે સોમવાર બપોરે આવેલા 5.6 તીવર્તાના ભૂકંપમાં અન્ય 1083 લોકો ઘાયલ થયા હતાં. ભૂકંપથી ભયભીત લોકો સડકો પર આવી ગયા હતાં જેમાંથી કેટલાક લોકો લોહીથી લથપથ હતાં.



ભૂકંપને કારણે ગ્રામીણ ક્ષેત્રની આસપાસની ઇમારતો ધરાશયી થઇ ગઇ હતી. પર્તિનેમ નામની મહિલાએ જણાવ્યું હતું કે, જ્યારે ભૂંકપનો આંચકો અનુભવાયો તો તે પોતાના પરિવારની સાથે પોતાના ઘરની બહાર આવી ગઇ હતી અને તેના થોડાક જ સમય પછી તેનું મકાન ધરાશયી થયું હતું. મહિલાએ જણાવ્યું હતું કે, જો હું બહાર ન આવી હોત તો મારા પરિવારનાં સભ્યો પણ માર્યા ગયા હોત.



અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલા લોકો ઉપરાંત 300થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને ઓછામાં ઓછા 600થી વધુ લોકોને સામાન્ય ઇજા થઇ છે. રાષ્ટ્રીય તપાસ અને બચાવ એજન્સીનાં વડા હેન્રી અલ્ફીઆંડીએ જણાવ્યું હતું કે, સિયાંજુરના ઉત્તર પશ્ચિમ સ્થિત સિજેડિલ ગામમાં ભૂકંપથી ભૂસ્ખલન થયું હતું. જેના કારણે સડકો બ્લોક થઇ ગઇ હતી અને અનેક મકાનો ધરાશયી થઇ ગયા હતાં. તેમણે જણાવ્યું હતું કે, અમે એવા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને બચાવ અભિયાન ચલાવી રહ્યાં છીએ.




એવા વિસ્તારો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જ્યાં લોકો દટાયાની શંકા છે. અમારી ટીમ અંતરિયાળ વિસ્તારોમાં પણ પહોંચવાના પ્રયત્ન કરી રહી છે. ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડોએ મંગળવારે સિયાંજુરની મુલાકાત લીધી હતી અને જરૂરિયાતમંદ લોકો સુધી તમામ જરૂરી સહાયતા પહોંચાડવાની ખાતરી આપી હતી. તેમણે જે લોકોનાં મકાન તૂટી ગયા છે તેમને 3180 ડોલરની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application