લિંબાયત આર.ડી.ફાટક પાસે રંગીલા ઍપાર્ટમેન્ટમાં રહેતા મસાજ પાર્લરના સંચાલકના ઘરે ગઈકાલે ભર બપોર બંદુક અને રેમ્બો છરો સાથે આવેલા માથાભારે બુટલેગર સહિત પાંચ ટપોરીઓઍ મસાજ કા ધંધા અચ્છા ચલતા હે તો ખર્ચા પાની કે પાંચ હજાર નિકાલ તેવુ કહી ઝઘડો કરી તેરે કો અભી પૈસા દેના પડેગા નહી તો ઠોક દુંગા હોવાની ધમકી આપી નાસી ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.
લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ આર.ડી.ફાટક રંગીલા ઍપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ભરૂચના જંબુસરના વિનોદ ઉર્ફે ચીકુ રાજેન્દ્રભાઈ માધવરાવ માળી (ઉ.વ.૩૮) છેલ્લા ૧૦ વર્ષથી પરિવાર સાથે રહે છે. અને ઘરમાં જ બોડી મસાજ (સ્પા)નો ધંધો કરે છે. વિનોદ ગઈકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે ઘરમાં તેની દીકરી ગાયત્રી, દીકરો રોહીત અને બહેન કવિતા સાથે સોફા ઉપર બેઠો હતો તે વખતે અગાઉ દારૂનો ધંધો કરતો બુટલેગર ભુષણ પાટીલ, દિપક માળી, ગોપાલ, રાહુલ પાંડે સહિત પાંચ જણા રેમ્બો છરો અને બંદુક જેવા ઘાતક હથિયારો સાથે ઘરમાં ઘુસી આવ્યા હતા અને સોફા ઉપર વિનોદની બાજુમાં બેસી ગયા હતો અને ભુષણે સોફા ઉપર બંદુક મુકતા પરિવારના સભ્યો ગભરાય ગયા હતા.
ભુષણે વિનોદને ઍ લુખ્ખે તેરા મસાજ કા ધંધા અચ્છા ચલતા હૈ તો ખર્ચા પાની કે પાંચ હજાર નિકાલ જોકે વિનોદ અને તેની પત્નીઍ ભુષણને હાલમાં કોરોના બિમારીને કારણે ધંધો બંધ છે જેથી અમારી પાસે પૈસા નથી કેમ કહેતા ભુષણે તેરે કો અભી પૈસા દેના પડેલા નહી તો ઠોક દુંગા તેવી ધમકી આપી હતી. વિનોદની પત્નીઍ ખરેખર ધંધો બંધ હોવાથી પૈસા નથી તેમ કહી હાથ જોડ્યા હતા પરંતુ માન્યા ન હતા અને કલ પૈસા તૈયાર રખના નહી તો સચ મે ઠોક દેગે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે વિનોદ માળીની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500