Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધરમપુરનાં આવધા ગામે સારવાર ચાલી રહેલ દીપડાનું મોત

  • July 06, 2024 

ધરમપુરનાં આવધા ગામમા 12 દિવસ અગાઉ એક દીપડો ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા તે દિપડાની સારવાર શરૂ કરાઈ હતી. જોકે બાદમાં દીપડાનું મોત નીપજ્યું હતુ. ધરમપુરના આવધા ગામના ગદીયાપાડા ફળિયાં ખાતેથી પસાર થતી માન નદીના કાંઠે આવેલા ઝાડી ઝાખરમાં દીપડો ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જે દીપડાને વન વિભાગનો સ્ટાફ તથા જીવદયા પ્રેમીઓએ ત્યાંથી ધરમપુર રેન્જ કચેરીએ ખસેડયો હતો. ત્યારબાદ વેટનરી ઓફિસર પાસે સારવાર શરૂ કરાવવામાં આવી હતી. 12 દિવસની સારવાર બાદ દીપડો મોતને ભેટયો હતો. મૃત દીપડાનું પોસ્ટ મોર્ટમ કરી, અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application