તમિલનાડુના થેની જિલ્લામાં એક મોટો રોડ અકસ્માત સર્જાયો છે. એક કાર બેકાબૂ થઈને ઊંડી ખાડીમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. થેનીના કલેક્ટર કે.વી. મુરલીધરને અકસ્માતની જાણકારી આપી છે. કલેક્ટરે જણાવ્યું કે દુર્ઘટના કુમુલી ટેકરી પર થઈ હતી. તમામ ભક્તો સબરીમાલા મંદિરથી પરત ફરી રહ્યા હતા. ત્યારે જ તેમની કારનો અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ સિવાય બે લોકો ઘાયલ પણ થયા છે. તેમણે જણાવ્યું કે અકસ્માત એટલો ગંભીર હતો કે સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે પહાડી રોડના વળાંક પર ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો, જેના કારણે આ અકસ્માત થયો. અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં એક સગીર પણ સામેલ છે. તમામ લોકો જિલ્લાના આંદીપટ્ટીના રહેવાસી હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application