ભરૂચનાં શક્તિનાથનાં આનંદ નગર ખાતે રહેતાં અને વિલાયતની એક કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો યુવક રાત્રીનાં સમયે તેના ઘરની સામેથી પસાર થતી ભરૂચ-દહેજ રેલવે લાઇન પર ગંભીર રીતે ઇજાઓ થતાં મૃત્યુ થયેલી હાલતમાં મળ્યો હતો. બનાવને પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ભરૂચ શહેરનાં શક્તિનાથ ખાતે આવેલાં આનંદ નગરમાં માસીના ઘરે રહેતાં ચેતન ધોન્ડુ ચૌધરી વિલાયતની બિરલા ગ્રાસિમ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં હતાં. તેમની પત્ની તેમજ બે સંતાનો હાલમાં વેકેશન હોય તેમના વતને ગયાં હતાં. જ્યારે તે અને તેમના ભાઇ ઘરે જ હતાં. રાત્રે પરિવારે જમ્યાં બાદ ઘરમાં સુઇ ગયાં હતાં.
જોકે, કોઇ કારણસર ચેતન ઘરેથી બહાર નિકળી ગયો હતો. દરમિયાનમાં તેમના ઘરથી થોડે દુર ભરૂચ-દહેજ રેલવે લાઇન પર કોઇ ટ્રેનની ટક્કરથી ગંભીર ઇજાઓ થતાં મૃત્યુ પામેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે હદ અંગે ભરૂચ રેલવે પોલીસ તેમજ એ ડિવિઝન પોલીસ વચ્ચે ભારે મથામણ ચાલી હતી. જોકે, બાદમાં બે કલાકે એ ડિવિઝન પોલીસે મામલામાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં તેણે આપઘાત કર્યો હોય તેવા કોઇ કારણો સામે આવ્યાં ન હતા. તેમજ તમામ પાસાઓ તપાસી રહી છે. ઘટનાની જાણ થતાં પરિવારજનોના માથે આભ તુટી પડયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application