Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અચાનક લીફ્ટ આવી જતાં ફસાયેલ સગીરાનું મોત, સોસાયટીનાં ચેરમેન અને સેક્રેટરી સામે ગુનો દાખલ

  • November 02, 2022 

માનખુર્દની એક એસઆરએ સોસાયટીમાં સંતાકૂકડી રમતી વખતે લીફ્ટના દરવાજાની તૂટેલી બારીમાંથી માથું અંદર નાખવું એક સગીરાને ભારે પડી ગયું હતું. ઉપરના માળેથી અચાનક લીફ્ટ આવી જતા સગીરાને માથે ગંભીર ઇજા થતા તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે આ પ્રકરણે બેદરકારી દાખવવા બદલ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સામે ગુનો દાખલ કર્યો છે. મૃતકના વડીલોએ એવી રજૂઆત કરી હતી કે, જો સમયસર લીફ્ટની બારીનો તૂટેલો કાચ સોસાયટીના પદાધિકારીઓએ બદલાવી દીધો હોત તો આ દુર્ઘટના નિવારી શકાઇ હોત. મળતી માહિતી અનુસાર, માનખુર્દ (વે)ના લલ્લુભાઇ કમ્પાઉન્ડમાં આવેલ એસઆરએની સાત માળની બિલ્ડીંગ ન્યુ સાઇધામ સોસાયટીમાં 16 વર્ષની રેશ્મા ખારવી તેની દાદીને મળવા આવી હતી.




જોકે ખારવી પરિવાર અહીંના જ સાઠે નગર વિસ્તારમાં રહે છે. દાદીના ઘરે આવ્યા બાદ રેશ્મા તેના ભાઇ-બહેન અને અન્ય કઝીન સાથે પાંચમાં માળે સાંતાકૂકડી રમી રહી હતી. આ સમયે રેશમાએ લીફ્ટના દરવાજાની બારીના તૂટેલા કાચમાંથી માથુ અંદર નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેનું માથુ અંદર હતું અને બરાબર તે સમયે જ સાતમા માળેથી લીફ્ટ નીચે આવી હતી. અચાનક લીફ્ટ આવી જતા સગીરના માથાને ગંભીર ઇજા થઇ અને તે લોહી લૂહાણ થઇ ગઇ હતી. તેની ચીસો સાંભળી તરત સોસાયટીના અન્ય લોકો અને તરુણીના સંબંધીઓ દોડી આવ્યા હતા અને લીફ્ટનો દરવાજો ખોલી સગીરની છૂટકા કરી હતી.




જયારે ગંભીર  ઘવાયેલ સગીરને બહાર કાઢી ગોવંડીની શતાબ્દી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મૃતક સગીરના પિતાએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, લીફ્ટના દરવાજાનો કાચ તૂટી ગયો હોવાથી બાળકો અવારનવાર તેમાથી અંદર ડોક્યુ કરતા હતા. આ સમયે ઘણા લોકોએ સોસાયટીના પદાધિકારીઓને સત્વરે કાચ બેસાડવાની વિનંતિ કરી હતી જો તેમણે સમયસર કાચ બેસાડી દીધો હોત તો આ અકસ્માત નીવરી શકાયો હતો. આમ માનખુર્દ પોલીસે બેદરકારી ના આરોપસર સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application