Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રખડતા ઢોરે કોલેજિયન યુવકને અડફેટે લેતા મોત

  • August 11, 2021 

નવસારી શહેરમાં ફરિવાર રખડતા ઢોરોએ આતંક મચાવ્યો છે. રખડતા ઢોરે આશાસ્પદ વિદ્યાર્થીને અડફેટે લઇ મોત નિપજાવ્યું છે. ખડસુપા ખાતે રહેતા અને બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. 20 વર્ષીય વિશાલ હળપતિનું કાલિયાવાડી પાસે આજે સવારે અકસ્માત થયો હતો. અકસ્માતમાં દીકરાનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

 

 

 

 

નવસારી શહેરમાં ઢોરની અડફેટે ભૂતકાળમાં અનેક લોકો ભોગ બન્યા છે. રખડતા ઢોરને લઈને પાલિકા અધિકારી અને શાસકો પર ભૂતકાળમાં પોલીસ કેસ પણ થયા છે. રખડતા ઢોરોની સમસ્યાએ શહેરીજનોની નાકમાં દમ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application