ભારતના ચંદ્ર મિશન માટે કાઉન્ટડાઉનની ગણતરી કરનાર અવાજ હવે શાંત થઇ ગયો છે. ચંદ્રયાન-3ના કાઉન્ટડાઉન વખતે આપણે બધાએ વૈજ્ઞાનિક વલારમથી (N.Valarmathi) મેડમનો અવાજ સંભાળ્યો હતો જેમનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. કેટલીક મોટી હસ્તીઓ, રાજકારણીઓ, અભિનેતાઓ અને સ્પોર્ટ્સ પર્સનાલિટીના અવાજો જીવનભર આપણા મગજમાં છપાય જતો હોય છે. આવો જ એક અવાજ કે જે આજે મૌન થઇ ગયો છે.
ચંદ્રયાન-3 મિશન લોન્ચ વખતે પોતાના અનોખા અવાજમાં ઘોષણા કરનાર વલારમથીનું ગઈકાલે સાંજે નિધન થયું છે. તેમના નિધનથી ISROના વૈજ્ઞાનિકોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તમિલનાડુના અરિયાલુરના રહેવાસી વલારમથીનું ગતરોજ સાંજે નિધન થયું હતું. રાજધાની ચેન્નાઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ચંદ્રયાન-3 કે જે તારીખ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષીણ ધ્રુવ પર લેન્ડ થયું અને તારીખ 14 જુલાઈએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ થયું હતું. આ લોન્ચ વખતે કાઉન્ટડાઉન કરનાર આ વૈજ્ઞાનીકે દુનિયામાંથી વિદાય લીધી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application