ઉત્તરાખંડ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર 3 મેએ શરૂ થયેલી ચારધામ યાત્રામાં સામેલ 203 યાત્રાળુઓના આ યાત્રા શરૂ થઇ ત્યારથી લઇને અત્યાર સુધી મોત નિપજ્યા છે. ખાસ કરીને હ્દય રોગના હુમલાને કારણે વધુ યાત્રાળુઓ માર્યા ગયા છે. છેલ્લા બે મહિનાની અંદર જે 203 યાત્રાળુઓ માર્યા ગયા છે. તેમાં કેદારનાથ યાત્રા રૂટ સાથે સંકળાયેલા 97 યાત્રાળુઓનો સમાવેશ થાય છે.
જ્યારે 51 યાત્રાળુઓ બદ્રીનાથ ધામ અને 13 યાત્રાળુઓ ગંગોત્રી જ્યારે 42 યાત્રાળુઓ યમુનોત્રી રૂટ પર જઇ રહ્યા હતા ત્યારે મોતને ભેટયા હતા. જે પણ વિસ્તારમાં યાત્રાળુઓ આવી રહ્યા છે ત્યાં રાહત કેમ્પો અને મેડિકલ સુવિધા પણ પુરી પાડવામાં આવી રહી છે. 3જી મેએ ચાર ધામ યાત્રા શરૂ થઇ હતી ત્યારથી લઇને અત્યાર સુધી કુલ 25 લાખ યાત્રાળુઓએ આ ધામની મુલાકાત લીધી હતી.
જોકે ગત સપ્તાહથી આ સંખ્યામાં મોટો ઘટાડો થઇ રહ્યો છે. વધુ સંખ્યામાં લોકો આવી રહ્યા હોવાથી ઉત્તરાખંડ સરકારે સુચના જારી કરી હતી કે જે પણ લોકો ચારધામ યાત્રાએ આવવા માગતા હોય તેઓએ અગાઉથી પોતાનું મેડિકલ ચેકઅપ કરાવી લેવું. ખાસ કરીને ઉંચા ચઢાણ વાળા મંદિરોની મુલાકાત લેનારાઓમાં સ્વાસ્થ્ય સંબંધી તકલીફો વધુ જોવા મળી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500