ઓલપાડનાં કારેલી ગામની સીમમાં ટેક્સ્ટાઇલ દીવાલની બાજુમાંથી પસાર થતી નહેરની આજુબાજુની જગ્યામાંથી બે અજાણ્યા પુરુષોની લાશ પોલીસને મળી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઓલપાડ તાલુકાનાં કારેલી ગામનાં સરપંચએ સોમવારે પોલીસને જાણ કરી હતી કે, કારેલી ગામની સીમમાં આવેલ શ્રીજી ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝ સામે ખાડી બંગલી રોડની બાજુમાં ભારૂંડી ગામ તરફ જતી માઈનોર નહેરની સાઇડની ખુલ્લી જગ્યામાં આશરે ૩૦થી ૩૫ વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષની લાશ પડેલી છે. જ્યારે ૪૦થી ૪૫ વર્ષના બીજા અજાણ્યા પુરુષની લાશ કારેલી ગામની સીમમાં આવેલ સનરાઇઝ ઇન્ડસ્ટ્રિઝ પહેલા નાની નહેરની બાજુમાં આવેલ શ્રીહરિ ટેક્સ્ટાઈલ્સ ખાતાની દીવાલની પાછળની સાઈડે ડી-કમ્પોઝ હાલતમાં પડેલી છે. ઘટના અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ તપાસ કરતાં લાશની ઓળખ થઈ શકી ન હતી. જેથી પોલીસે બંને મૃતકોના વંશ, વાલી વારસદારોને શોધવા કમર કસી છે. વધુ તપાસ પી.એસ.આઈ. કરી રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application