Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એક જ પરિવારના ચાર લોકોના મૃતદેહ બંધ મકાનમાં મળી આવ્યા,આત્મહત્યાની આશંકા

  • August 27, 2023 

કર્ણાટકના મૈસૂરમાં એક જ પરિવારના ચાર લોકોના મૃતદેહ બંધ મકાનમાં મળી આવ્યા છે.હાલ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.જોકે પરિવારે આત્મહત્યા કરી હોવાની પોલીસને આશંકા છે.પોલીસના જણાવ્યા અનુસાર મહાદેવસ્વામી (45), તેમની પત્ની અનીતા (38), પુત્રી ચંદ્રકલા (17) અને ધનલક્ષ્મી (15) ચામુંડીપુર સ્થિત તેમના ઘરમાં મૃત મળી આવ્યા છે. મહાદેવસ્વામીની અહીં શાકભાજીની દુકાન હતી.



દરમિયાન પરિવારના કોઈપણ વ્યક્તિ 2 દિવસથી બહાર ન દેખાતો હોવાથી તેમજ ઘરનો દરવાજો પણ 2 દિવસથી બંધ હોવાના કારણે આસપાસના લોકોને આશંકા ગઈ હતી. ત્યારે પડોસીઓ ઘર પાસે ગયા ત્યારે તેમને દુર્ગંધ આવવા લાગી અને તેમણે દરવાજો પણ ખટખટાવવાનો પ્રયાસ કર્યો પણ દરવાજો ન ખુલતા તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી.



એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે,સામેનો દરવાજો અંદરથી બંધ હતો,જેના કારણે અમે પાછળનો દરવાજો ખોલી અંદર ગયા. ત્યાં જઈને જોયું તો પરિવારના ચારેય સભ્યો મૃત હાલતમાં હતા.ચારમાંથી એક મોટી પુત્રીનો મૃતદેહ લકટેલી હાલતમાં હતો, જ્યારે અન્ય લોકો જમીન પર પડેલા હતા. તેમણે કહ્યું કે,મકાનનો માલિક પહેલા માળે રહે છે, જ્યારે પીડિત પરિવાર છેલ્લા 2 મહિનાથી ગ્રાઉન્ડ ફ્લોર પર ભાડે રહેતો હતો.



અગાઉ પણ મેંગલુરુમાં આવી ઘટના બની હતી, જ્યાં 1 એપ્રિલ-2023ના રોજ એક જ પરિવારના પતિ-પત્ની અને 2 બાળકી મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ પરિવારે આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી હતી. મૈસુરમાં રહેનાર દેવેન્દ્ર (48), તેમની પત્ની નિર્મલા (46) અને તેમની 9 વર્ષની જુડવા પુત્રી ચૈથરા અને ચેતન્યાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં દેવેન્દ્રએ જમવામાં ઝેર ભેળવી પુત્રીઓને ખવડાવી દીધું, ત્યારબાદ પત્નીની ગળુ દબાવી હત્યા કરી, પછી તેણે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ પરિવાર ચેકઆઉટનો સમય વિતવા છતાં હોટલના રૂમમાંથી બહાર ન નિકળતા હોટલના કર્મચારીઓને આશંકા ગઈ... તો તેમણે લાંબો સમય સુધી ચેકઆઉટની રાહત જોઈ... તેમ છતાં પરિવાર બહાર ન આવતા હોટલના સ્ટાફે માસ્ટર ચાવીથી રૂમનો દરવાજો ખોલ્યો અને હકીકત સામે આવી...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application