Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતનાં જહાંગીરપુરા વિસ્તારમાંથી એક જ પરિવારનાં આધેડ ઉંમરના ચાર સભ્યોનાં મૃતદેહ ઘરમાં પડેલા મળી આવ્યા, ઘટના પાછળનું કારણ હાલ અકબંધ

  • June 15, 2024 

સુરત શહેરનાં જહાંગીરપુરા વિસ્તારમાં ચકચારી બનાવ સામે આવ્યો છે અહીં એક જ પરિવારના આધેડ ઉંમરના ચાર સભ્યોનાં મૃતદેહ ઘરમાં પડેલા મળી આવ્યા છે. જયારે રાતે રસપુરી ખાઈને સૂતેલા પરિવારના ચાર સભ્યો સવારે ઉઠયા જ નહોતા. મૃતકોમાં એક પુરુષ અને ત્રણ મહિલા છે. સામુહિક આપઘાતની આશંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જહાંગીરપુરામાં આવેલી રાજહંસ રેસિડેન્સીમાં 5માં માળે રહેતા 55થી 60 વર્ષની ઉંમરનાં ચાર લોકો રાતે રસ પુરી ખાઈને સૂતા હતા. મૃતકનો દીકરો મુકેશભાઈ પણ બાજુના મકાનમાં રહે છે. દીકરાએ સવારે દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઈએ ખોલ્યો નહોતો. તેની પાસે ફ્લેટની બીજી ચાવી હતી.


તે ચાવીની મદદથી તેણે ફ્લેટ ખોલ્યો હતો. અંદર જઈ જોયું તો ચાર લોકોના ડેડબોડી પડ્યા હતા. ઘટનાને પગલે આજુબાજુનાં ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુનાં ઘરના લોકોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે. જેમાં જાણવા મળ્યું કે, રાત્રે જમ્યા બાદ તમામ સૂઈ ગયા હતાં. જોકે સવારે ન જાગતાં શંકાના આધારે જગાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. હંસાબેને કહ્યું કે, આ મારા વેવાણ થાય. મેં દીકરી આપી હતી. અમને ફોન આવ્યો એટલે દોડાદોડ આવ્યાં હતાં. અમારા છોકરા અને વહુ આવ્યાં હતાં. પરિવારમાં દીકરી જમાઈ અને વેવાણ પણ છે. ભત્રીજીએ કહ્યું કે, રાત્રે મેહમાન આવ્યા હોવાથી જમીને સૂતા હતાં.


મેહમાન જુદા પડ્યાં વહુને છોકરો નીચે ગયા હતાં. સવારે નાસ્તો આપવા વહુ ઉપર ગઈ હતી પરંતુ દરવાજો ખોલતા નહોતા. શું થયું તે કોઈને અંદાજ આવતો નથી. સવારે તેમના દીકરાએ મને જાણ કરી હતી. મારા કાકી બેંકમાં કામ કરતાં હતાં. પોલીસે કહ્યું કે, પ્રાથમિક તબક્કે આપઘાતનો બનાવ લાગી રહ્યો છે. કારણ જાણવા આસપાસમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યાં છે. પીએમ રિપોર્ટ બાદ જ આપઘાત અંગેની વધુ વિગતો સામે આવી શકે તેમ છે. જયારે ઘટના અંગે હાલ તપાસ ચાલી રહી છે. એસી.પી. આર.પી.ઝાલાએ જણાવ્યું હતું કે, કઈ રીતે મોત થયું છે તેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી. ફૂડ પોઈઝનિંગ છે કે આપઘાત છે તે અંગે તપાસ ચાલી રહી છે અને એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.


મૃતકોનાં નામ...

1.જશુબેન કેશવભાઈ વાઢેર (ઉ.વ.58),

2.શાંતુબેન વાઢેર (ઉ.વ.55),

3.ગૌબેન હીરાભાઈ વાઢેર (ઉ.વ.55) અને

4.હીરાભાઈ દાનભાઈ મેવાડા (ઉ.વ. 60).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application