સેલવાસ ચાર રસ્તા નજીક આવેલ હોટલ નટરાજની રૂમમાંથી યુવક અને યુવતિની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પોલીસ અધિકારી સહિતનો કાફલો પહોંચી ગયો હતો. જોકે બેડરૂમમાં યુવકે પંખા સાથે ફાંસો ખાય આપઘાત કર્યો તો યુવતિની બેડ પરથી લાશ મળી આવી હતી. મળતી માહિતી મુજબ, સેલવાસ ચાર રસ્તા નજીક આવેલી હોટલ નટરાજની રૂમમાંથી ગતરોજ મંગળવારે યુવાનની પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં અને યુવતિની બેડ પરથી ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. બંને યુવક યુવતિ હોટલની રૂમમાં રોકાયા હતા.
હોટલનાં કર્મચારીએ સર્વિસ આપવા દરવાજો વારંવાર ખટખટાવવા છતાં કોઇ જવાબ નહી મળતા મેનેજરને જાણ કરી હતી. બાદમાં પોલીસને જાણ કરાતા પી.એસ.આઇ. અને ટીમ દોડી ગયા બાદ દરવાજો ખોલી અંદર જતા યુવક અને યુવતિની લાશનો કબ્જો લીધો હતો. આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી. ગંભીર ઘટનાને લઇ જિલ્લા પોલીસવડા અને એસ.ડી.પી.ઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે બંને મૃતકની લાશનો કબ્જો લઇ પી.એમ. માટે મોકલી દીધી હતી. તપાસ દરમિયાન યુવતિ સેલવાસની હોવાની ઓળખ થઇ હતી પણ યુવાનની ઓળખ થઇ નથી.
આ ઘટના કયા કારણોસર બની તે અંગે કોઇ વિગત બહાર આવી નથી. યુવકનું મોત ગળા ફાંસો ખાય થયાનું ફલિત થયું છે. પરંતુ યુવતિના મોતનું કારણ પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે. જોકે યુવતિનું ગળુ દબાવવાથી મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવાયું છે. યુવક યુવતિ વચ્ચે પ્રેમ સંબધ હતો કે? પ્રેમ સંબધમાં વિઘ્ન આવવાથી કે અન્ય કારણોને લઇ ઘટના બની તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. મૃતકની ઓળખ થયા બાદ જ સ્પષ્ટ માહિતિ બહાર આવી શકશે. ઘટના અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500