અમદાવાદની સાબરમતી નદીમાંથી 4 મૃતદેહ મળ્યા છે. જેમાં નદીમાંથી 3 પુરૂષ અને 1 મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અવારનવાર સાબરમતી નદીમાંથી મૃતદેહ મળી રહ્યા છે. 2 મૃતદેહની ઓળખ થઈ છે. તથા 2 મૃતદેહની ઓળખ બાકી છે. 4 પૈકી એક મૃતદેહ ગઈકાલે ગુમ થયેલા કિશન પરમારનો છે. 32 વર્ષીય કિશનનો મૃતદેહ આંબેડકર બ્રિજ પાસેથી મળ્યો છે. જમાલપુર નજીકથી 25 વર્ષના સંજય પરમારનો મૃતદેહ મળ્યો છે. અન્ય એક પુરૂષ અને મહિલાની ઓળખ હજુ બાકી છે.
જેમાં 3 પુરુષ અને 1 મહિલાનો મૃતદેહ મળ્યો છે. સાબરમતી નદીમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો છે. આશરે 35 થી 40 વર્ષની મહિલાનો મૃતદેહ મળ્યો છે. ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો છે. અજાણી મહિલાની તરતી લાશ મળી આવી છે. એલિસ બ્રિજ પાસે નદીમાંથી લાશ મળી આવી છે. મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં એક તરફ લોકો તહેવારની ઉજવણી કરી રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોના ઘરે ખુશીઓ માતમમાં ફેરવાઈ છે. શહેરની સાબરમતી નદીમાંથી ત્રણ કલાકમાં એક બે નહીં પણ ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. હાલ તો આ તમામના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. જણાવીએ કે, આ ચાર મૃતદેહ સાબરમતી નદીના અલગ-અલગ બ્રિજ નજીકથી મળી આવ્યા છે. આંબેડકર બ્રિજ નજીકથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. એલિસબ્રિજ નજીકથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તમામ મૃતદેહોને પીએમ માટે સિવિલ ખસેડાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500