શિક્ષણ એક વેપાર બની ગયું છે. અને આ વાત આપણે સારી રીતે જાણીએ છીએ.પરંતુ શિક્ષણને વેપાર બનાવનારા હવે આપણા ઘર સુધી પહોંચી જશે તેવું તમે ક્યારેય વિચાર્યું છે? તમે તો નહીં વિચાર્યું હોય પરંતુ હવે આ શક્ય બન્યું છે.કારણ કે વ્યારાના પનીયારી ખાતે આવેલ કોલેજમાંથી વિદ્યાર્થીનીઓના ડેટા લીકેજ થયા છે.પનીયારી ખાતે આવેલ શ્રી મતિ આર.પી.ચૌહાણ આર્ટસ એન્ડ કે.ડી. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓનીઓના ડેટા અસુરક્ષીત બન્યા છે,રાજ મલ્ટીપ્લેક્ષ નામે કોઈ વ્યક્તિએ વોટ્સઅપ ગ્રુપ બનાવી વિદ્યાર્થીઓનીઓના નંબર એડ કર્યા હોવાનો સનસની ખેજ મામલો પ્રકાશમાં આવ્યો છે.પરંતુ સવાલ એ છે કે,આ રાજ મલ્ટીપ્લેક્ષ પાસે વિદ્યાર્થીનીઓના વોટ્સઅપ નંબર (ડેટા) પહોંચ્યા કેવી રીતે.
મોબાઇલ નંબર સહિતની ખાનગી વિગતો જાહેર થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ચોંકી ઉઠયા
વ્યારાના પનીયારી ખાતે આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અત્યાર સુધી વિદ્યાર્થીનીઓની ડિટેલને સુરક્ષીત મનાતી હતી.પરંતુ હવે અહીંથી પણ ડેટા ચોરીનો કિસ્સો સામે આવ્યો છે,વિદ્યાર્થીઓના ડેટા વ્યારાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને રાજ્યના શિક્ષણ વિભાગ પાસે જ હોય છે.ત્યારે તેમની પાસે મોબાઇલ નંબર સહિતની ખાનગી વિગતો જાહેર થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ચોંકી ઉઠયા હતા.
એડમીશન લેતા સમયે ફોર્મ પર આપેલ મોબાઈલ નંબરો રાજ મલ્ટીપ્લેક્ષ નામના વોટ્સએપ ગ્રુપમાં એડ થતા વિદ્યાર્થીઓનીઓ ચિંતામાં મુકાઇ
સુત્રોના જણાવ્યા અનુસાર, અનેક જિલ્લાઓમાં પદ્ધતિસરનું સ્કેમ ચલાવવામાં આવી રહ્યું છે અને આ સ્કેમમાં શૈક્ષણિક સંસ્થાઓના ડેટા ચોરી કરીને તેનો વેપાર પણ કરવામાં આવી રહ્યો છે.આ કોલેજમાં એડમીશન લેતા સમયે ફોર્મ પર આપેલ મોબાઈલ નંબરો ગતરોજ એકાએક રાજ મલ્ટીપ્લેક્ષ નામના વોટ્સએપ ગ્રુપમાં એડ થતા વિદ્યાર્થીઓનીઓ ચિંતામાં મુકાઇ હતી,અને પોતે કોઈને નંબર આપ્યો ન હોવાછતાં આ રીતે ગ્રુપમાં કોઈ કઈ રીતે એડ કરી શકે ?? તેવા સવાલો સાથે ચિંતિત બની છે,જોકે આ બાબતે વાલીઓને જાણ કરતા વાલીઓના પગતળેથી જાણે જમીન ધસી ગઈ હતી.
શૈક્ષણિક સંસ્થાઓના ડેટા ચોરી કરીને તેનો વેપાર કરવામાં આવી રહ્યો છે.
પરંતુ સવાલ એ છે કે,આ રાજ મલ્ટીપ્લેક્ષ પાસે વિદ્યાર્થીનીઓના વોટ્સઅપ નંબર (ડેટા) પહોંચ્યા કેવી રીતે,હવે વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે કે,અમે ક્યાંય કોઈ રાજ મલ્ટીપ્લેક્ષ વાળાને નંબરો આપ્યા પણ નથી.તેમ છતાં તેની ખાનગી માહિતી રાજ મલ્ટીપ્લેક્ષ વાળાને કઈ રીતે મળી ? જોકે આ ખુબ મોટું ડેટા હેકિંગનું સ્કેમ હોવાની શંકાઓ છે ? આવા સવાલો હાલ વાલીઓને મુંજવી રહ્યા છે,કારણ કે,ગુજરાતમાં પહેલા પણ અનેક પ્રકારના ડેટા લીક થઈ ચૂક્યા છે અને આ સ્કેમમાં શૈક્ષણિક સંસ્થાઓના ડેટા ચોરી કરીને તેનો વેપાર કરવામાં આવી રહ્યો છે.
રાજ મલ્ટીપ્લેક્ષ જ નહીં કેટલાક યુટ્યુબરોને પણ ડેટા અપાયા
ત્યારે સવાલ એ થાય છે કે,પનીયારીની કોલેજમાંથી વિદ્યાર્થીનીઓનો ડેટા લીક કેવી રીતે થયો? રાજ મલ્ટીપ્લેક્ષ વાળા પાસે કેવી રીતે પહોંચ્યો વિદ્યાર્થીઓનો ડેટા? શું કોલેજના સંચાલકો જ ડેટા વેચે છે? શું તાપી જિલ્લામાં વિદ્યાર્થીઓનીના ડેટા ચોરવાનું પણ સ્કેમ ચાલે છે? રાજ મલ્ટીપ્લેક્ષ જ નહીં કેટલાક યુટ્યુબરોને પણ ડેટા અપાયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે,સવાલો અનેક છે ત્યારે આ મુદ્દે સરકાર અને તાપી સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. આશા રાખીએ કે,તાપી પોલીસ જાતે પોતે ફરિયાદી બને અને આ દિશામાં તપાસ કરી કસુરવારો સામે જરૂર કોઈ પગલા ભરશે.
જરૂર જણાઈ તો પગલા પણ લઈશું-પ્રિન્સિપાલ,વ્યારા કોલેજ
વિદ્યાર્થીઓના પેલેસમેન્ટ માટે કોઈ ખાનગી સંસ્થા વાળા ડેટા નો દુરઉપયોગ નહી કરવાની લેખિતમાં બાહેંધરી આપે તો જ ડેટા આપતા હોઈએ છીએ,જોકે અત્યાર સુધી કોઈ સંસ્થાને ડેટા સહિતની વિગતો આપી નથી.તેમછતાં તપાસ કરાવી લેવું છું,અને જરૂર જણાઈ તો પગલા પણ લઈશું-પ્રિન્સિપાલ,વ્યારા કોલેજ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500