સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ ચલાવનાર દરેક વ્યક્તિ માટે આ સમાચાર થોડા અસ્વસ્થ કરી શકે છે. લગભગ 500 મિલિયન વોટ્સએપ યુઝર્સના ફોન નંબર લીક થયા છે, જયારે Whatsapp Users Data Leak અને તે Online વેચાઈ રહ્યા છે. એક રિપોર્ટમાં આવો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ અત્યાર સુધીના સૌથી મોટા ડેટા બ્રીચમાંથી એક છે. ડેટાબેઝ, જે લોકપ્રિય હેકિંગ ફોરમ પર વેચાણ માટે છે, તેમાં 84 દેશોનાં WhatsApp યુઝર્સોની વ્યક્તિગત માહિતી શામેલ છે. ડેટા વેચનાર વ્યક્તિનો દાવો છે કે, સેટમાં એકલા USનાં જ 32 મિલિયન યુઝર્સની ખાનગી માહિતી સામેલ છે.
આ ઉપરાંત ઈજિપ્ત, ઈટાલી, ફ્રાન્સ, યુકે, રશિયા અને ભારતનાં લાખો યુઝર્સનો ડેટા પણ લીક થયો છે જેનું Online વેચાણ થઈ રહ્યું છે. US ડેટાસેટ 7000 ડોલરમાં ઉપલબ્ધ છે, જ્યારે UK ડેટાસેટની કિંમત 2500 ડોલર રાખવામાં આવી છે. જ્યારે ડેટા વેચનાર કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેઓએ પુરાવા તરીકે 1097 નંબર શેર કર્યા. નંબરો તપાસતા જાણવા મળ્યું કે, તે બધા વોટ્સએપ યુઝર્સના છે. જોકે, હેકરે સ્પષ્ટ કર્યું નથી કે, તેને ડેટા કેવી રીતે મળ્યો.
આવી માહિતીનો ઉપયોગ ઘણીવાર સાયબર ક્રાઇમ માટે થાય છે જેમ કે, સ્મિશિંગ અને વિશિંગ, જેમાં વપરાશ કર્તાઓને ટેક્સ્ટ મેસેજ મોકલવા અને તેમને લિંક્સ પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ યુઝરને તેમનું ક્રેડિટ કાર્ડ અથવા અન્ય અંગત વિગતો આપવાનું પણ કહેવામાં આવે છે. આ પહેલી ઘટના નથી કે, મેટા-માલિકીનું પ્લેટફોર્મ ડેટા બ્રીચથી પ્રભાવિત થયું હોય. ગયા વર્ષે પણ ભારતમાંથી 6 મિલિયન રેકોર્ડ સહિત 500 મિલિયનથી વધુ ફેસબુક યુઝર્સનાં વ્યક્તિગત ડેટા કથિત રીતે લીક થયો હતો. લીક થયેલા ડેટામાં ફોન નંબર અને અન્ય માહિતી સામેલ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500