બનાસકાંઠાના અંબાજી મંદિરમાં આસો નવરાત્રી દરમિયાન દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ નવરાત્રીથી સવારે 7:30 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે. તથા પ્રથમ નોરતે ઘટ સ્થાપના વિધિ સવારે 9:15 થી 10:30 વાગે કરવામાં આવશે.
સરસ્વતી નદીનું જળ લાવીને ઘટ સ્થાપના કરવામાં આવશે. તથા નવરાત્રી બીજથી આઠમ સુઘી સવારે 2 મંગળા આરતી કરવામાં આવશે. તેમજ સાંજની આરતી 6:30 વાગ્યે કરાશે. તથા નવરાત્રી પર્વ દરમિયાન દર્શન સમયમાં ફેરફાર છે. તેમાં સવારે મંગળા આરતી 7:30 થી 8 વચ્ચે થશે. સવારે દર્શન 8 થી 11:30 સુધી કરી શકાશે. તેમજ રાજભોગ બપોરે 12 વાગ્યે ધરાવાશે. બપોરે દર્શન 12:30 થી 4:30 સુધી કરી શકાશે. સાંજની આરતી 6:30 થી 7 સુધી કરવામાં આવશે. તેમજ સાંજે દર્શન 7 થી 9 સુધી કરી શકાશે.
અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખ ધરાવે છે. તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયેલ છે અને આવનારા દિવસોમાં આસો નવરાત્રી પર્વ શરૂ થનાર છે, ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી આસો નવરાત્રી પર્વ દરમિયાન દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
દેવી શક્તિ બ્રહ્માંડ અથવા આદ્ય શક્તિની સર્વોચ્ચ કોસ્મિક પાવરનો અવતાર છે અને તે દુષ્ટતાને જીતવા માટે જવાબદાર છે. દેવી ચારે બાજુ શસ્ત્રો સાથે પ્રકાશના વર્તુળ તરીકે ઉભરી આવે છે અને તે મહિષાસુર મર્દિની તરીકે પણ પૂજાય છે. અંબાજી મંદિરે આવતા ભક્તો પણ દૈવી વૈશ્વિક શક્તિની પૂજા કરે છે, જે અંબાજી તરીકે અવતરે છે. આ મંદિર શક્તિ દેવી શક્તિના હૃદયને દર્શાવે છે અને તે ભારતના મુખ્ય શક્તિપીઠોમાંનું એક છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500