તક્ષશિલા આર્કેડની આગ હોનારત બાદ ચોતરફ થી પસ્તાળ પડ્યા બાદ રાજ્ય સરકારે ફાયર સેફટી વિનાની સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ નિશાન બનાવી રાજ્યભરમાં મહા અભિયાન શરૂ કર્યું હતું હજુ પણ ફાયર સેફ્ટીના ધરાવતા કોમ્પ્લેક્ષો. હોસ્પિટલો સામે ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે ત્યારે આખા ગામને શિખામણ આપવા નિકળેલી રાજ્ય સરકારના ઘરમાં જ દીવા તળે અંધારું છે.
રાજ્ય સરકારના તાબા હેઠળની સુરત જિલ્લા પંચાયત જિલ્લામાં હજુ સુધી ફાયર સ્ટેશન બનાવી શક્યું નથી કે એના માટે બજેટમાં જમીન ફાળવવાની જોગવાઈ પણ કરી શક્યું નથી એક કડવી વાસ્તવિકતા છે.સન ૨૦૧૭ માં આ મામલે જિલ્લા પંચાયતના શાસકોને વિપક્ષ દ્વારા ઢંઢોળવાનો પ્રયાસ કરાયો હતો જોકે બહુમતીના જોરે વિપક્ષની જનહિતની રજૂઆત ફગાવી દઈ નકારમાં પ્રત્યુતર પાઠવવામાં આવ્યો હતો સરકારનો વહીવટમાં સીધો હસ્તક્ષેપ છે એની સુરત જિલ્લાની સમૃદ્ધ ગણાતી જિલ્લા પંચાયતના વિસ્તારમાં સરકાર દ્વારા એક પણ ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું નથી કે પછી એના માટે જમીનની ફાળવણી પણ કરવામાં આવી નથી ત્યારે નવા વરાયેલા શાસકો ફાયર સ્ટેશન મામલે કેવું રૂખ અપનાવે છે તે આગામી દિવસોમાં જ શાસકો સંવેદનશીલ નિર્ણય લે છે કે નહીં તેનો અસ્સલ ચહેરો બહાર આવી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરથાણાની તક્ષશિલા આર્કેડમાં ખેલાયેલા અગ્નિ કાંડ ની ઘટના માં ૨૨ જેટલા માસુમ વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા આ ઘટનાના પ્રત્યાઘાતો ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરમાં પડ્યા હતા અને સુરત શહેરની છબી દેશભરમાં ખરડાઈ હતી તેની પાછળ માત્ર ને માત્ર તંત્ર જવાબદાર હોવાનું હજુ સુધી ભોગ બનનાર માસૂમ બાળકોના વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે.
જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે.
ઔદ્યોગિક નગરી સુરતના ગ્રામ્ય વિસ્તારમાં માંડવી, કરજ, પલસાણા, કડોદરા, દેલાડ, સિવાણ, ઓલપાડ, સાયણ, કિમ, માસમાં સહિતના વિસ્તારોમાં ઉદ્યોગ ગૃહો ધમધમી રહ્યા છે જ્યારે જ્યારે ઉદ્યોગ ગૃહોમાં અકસ્માતે આગની ઘટના બનતી હોય છે ત્યારે સુરત મનપાના ફાયર વિભાગ ઉપર મદાર રાખવો પડે છે દૂર દૂર ના સ્થળે આગ બુઝાવવા ની કામગીરી માટે રવાના કરવામાં આવેલા ફાયરના સાધનો પહોંચે તે પહેલા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી મોટું નુકસાન પહોંચાડતી હોય છે.
લાંબા સમયની પડતર માંગ સંતોષવા શાસકો સંવેદનશીલ નિર્ણય લે તે જરૂરી
સુરત જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ફાયર સ્ટેશન સાકાર કરવા માટેની લાંબા સમયની માંગ પડતર રહી છે જે પૂરી કરવામાં આવી નથી તત્કાલીન સમયે વિપક્ષના સદસ્ય અને અભ્યાસુ તેમજ દિઘૅ દ્રષ્ટિ ધરાવતા દર્શન નાયકે સને 2017માં 30મી માર્ચના રોજ યોજવામાં આવેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સવાલ ઉઠાવ્યો હતો કે જિલ્લા પંચાયત દ્વારા ફાયર સ્ટેશનની સુવિધા ઉભી કરવા માટે બજેટમાં કોઇ જોગવાઇ કરવામાં આવી છે કે કેમ? કે પછી ફાયર સ્ટેશન માટે જિલ્લામાં કોઈ જગ્યાની પસંદગી કરવામાં આવી છે કે કેમ? અથવા તો ફાયર સ્ટેશનની સુવિધા ઉભી કરવા માટે સરકારમાં કોઈ પ્રપોઝલ મોકલવામાં આવી છે? સામે જિલ્લા પંચાયતના નઘરોળ શાસકોએ તમામ સવાલોનો જવાબ નકારમાં આપ્યો હતો ત્યારે હવે નવા વરાયેલા શાસકો જિલ્લાના નાગરિકો ની લાંબા સમયની પડતર માંગ સત્વરે રાજકીય મત મતાંતરો ભૂલી ઉકેલ આવે તે જરૂરી છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500