Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગી બોયએ દિલ્હી કેપિટલ્સનાં સમર કેમ્પમાં ભાગ લીધો

  • May 04, 2022 

ડાંગી બોય એવા ઉભરતા વિકેટ કીપર કમ બેટ્સમેન જીત ગાંગુર્ડે એ, તાજેતરમા જ દિલ્હી કેપિટલ્સના સમર કેમ્પમા ભાગ લઈ, કોચિંગ મેળવ્યુ છે. દિલ્હી કેપિટલ્સના હેડ ઓફ ટેલેન્ટ સર્ચ અને ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટ કિપર, તથા નેશનલ સિલેક્ટર્સ સબા કરીમના માર્ગદર્શન હેઠળ આયોજિત દિલ્હી કેપિટલ્સના આ સમર કેમ્પમા છ સેશનમા, ડાંગના આ યુવા ક્રિકેટરે ભાગ લઈ, પસંદગીકારો સમક્ષ તેની ક્ષમતા રજૂ કરી હતી.



દિલ્હી કેપિટલ્સ ક્રિકેટ એકેડમી દ્વારા દિલ્હી કેપિટલ્સ ડેવલોપમેન્ટ સ્ક્વોડ માટે આયોજિત આ કેમ્પમા સબા કરીમ સહિત દેશના અનુભવી ક્રિકેટરો, અને દિલ્હીની રણજી ટ્રોફી ટીમના ખેલાડી જોન્ટી સિદ્ધુ સહિતના નિવડેલા ખેલાડીઓ દ્વારા પ્રશિક્ષણ મળ્યુ હતુ. બાલ ભવન ઇન્ટરનેશનલ સ્કૂલ, દ્વારકા (દિલ્હી) ખાતે આયોજિત આ સમર કેમ્પમા પસંદગીકારોની નજરમા આવ્યા બાદ, દિલ્હી કેપિટલ્સ સ્કવોર્ડમા પસંદ થવાની તક રહેલી છે, તેમ ડાંગના આ યુવા ક્રિકેટર જીત ગાંગુર્ડે એ એક મુલાકાતમા જણાવ્યુ હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application