ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘ ના મંત્રી તરીકે ડાંગ જિલ્લા ના આહવા તાલુકા ની ચીકટિયા પ્રા.શાળા ના શિક્ષિકા અને પીંપરી કેન્દ્ર ના જિલ્લા પ્રા.શિ. સંઘ ના જિલ્લા કારોબારી સભ્ય મીનાક્ષીબેન ડી.પટેલ જેવો રાજ્ય પ્રા.શિક્ષક સંઘ સાથે હમેંશા લડત કાર્યક્રમો,ધરણા તથા શિક્ષકો ના પ્રશ્નો અંગે સતત રજૂઆત કરી રાજ્ય પ્રા.શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી,મહામંત્રીશ્રી તથા હોદ્દેદારશ્રીઓ સાથે સતત સંપર્કમાં રહી ખાસ બહેનો ના સંગઠન અને જિલ્લાના શિક્ષિકા બહેનો ના પ્રશ્નોને વાચા આપવાની કુનેહ ને ધ્યાને લેતા ગુ.રા.પ્રા.શિ. સંઘ ના પ્રમુખશ્રી દિગ્વિજય સિંહ જાડેજા અને મહામંત્રીશ્રી સતિષભાઈ પટેલ દ્વારા ડાંગ જિલ્લાના મીનાક્ષીબેન પટેલ ને રાજ્ય પ્રા.શિ સંઘ ના મહિલા મંત્રી ની જવાબદારી સોંપવામાં આવી છે.
આ અગાવ ડાંગ જિલ્લાના રણજીતભાઈ પટેલ ને રાજ્ય પ્રા.શિક્ષક સંઘ ના આંતરિક ઓડિટર તરીકે રાજ્ય પ્રા.શિક્ષક સંઘ માં નિમણુંક આપવા આવી હતી.આમ ડાંગ જિલ્લા ને રાજ્ય કક્ષાએ મહત્વના બે હોદ્દા પર નિમણુંક આપેલ છે. ત્યારે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી ધનજરાવ એસ.ભોયે,રા.પ્રા.શિ.સંઘ ના કારોબારી સભ્યો પરિમલસિંહ પરમાર,રામચંદ્ર ભોયે,હિંમતભાઈ,છાયાબેન પટેલ દ્વારા નિમણુંક પામેલ બન્ને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી અને જિલ્લા સંઘ ના પ્રમુખશ્રી,હોદ્દેદારશ્રીઓ,જિલ્લા કારોબારી સભ્યશ્રીઓ,તાલુકા પ્રા.શિ.સંઘ ના પ્રમુખશ્રી/મહામંત્રી શ્રી,હોદ્દેદારો,કારોબારી સભ્યશ્રીઓ દ્વારા રાજ્ય સંઘ ના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી તથા હોદ્દેદારશ્રીઓ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યા હતો જ્યારે ચિકટીયા પ્રાથમિક શાળા પરિવાર વતી મીનાક્ષી બેન ને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.(વનરાજ પવાર દ્વારા આહવા-ડાંગ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500