ચિકાર મુકામે ચાલી રહેલ દસ દિવસીય પશુપાલન અને જૈવિક ખાતર બનાવવાની તાલીમ પુર્ણ થતાં પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાંગના સંયુક્ત ઉપક્રમે ચિકાર (ઝાવડા) તા.વઘઈ મુકામે ચાલી રહેલ દસ દિવસીય પશુપાલન અને જૈવિક ખાતર બનાવવાની તાલીમના પૂર્ણાહુતિ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ વિશેષ લીડ બેંક મેનેજર શ્રી રાજેન્દ્રભાઇ પટેલ, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના ડાયરેક્ટર શ્રી મીલનભાઈ મકવાણા, મિશન મંગલમ તાલુકા લાઈવલી હુડ મેનેજર શ્રી નીલેશભાઈ ભીવસેન, બીએસવીએસ એક્ષ ડાઇરેક્ટરશ્રી ભીખુભાઈ પટેલ, કલ્સ્ટર કો ઓર્ડીનેટર અશોકભાઈ અને ધર્મિષ્ઠા બેન તથા આરસેટી ના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.
આમંત્રિત મહેમાનો દ્વારા તમામ તાલીમાર્થીઓને તાલીમ થકી મળેલ જ્ઞાનનો સદુપયોગ કરી આર્થિક રીતે પગભર બનવા અને જીવનમાં આગળ પ્રગતિ સાધવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સાથોસાથ તાલીમના અંતિમ દિવસે તમામ તાલીમાર્થી ભાઈઓ-બહેનો શ્રી જી. જી સોલંકી સાહેબ અને શ્રી રાજેન્દ્રભાઈ મજોડિયા સાહેબ દ્વારા લેખિત મૌખિક અને પ્રેક્ટિકલ વર્ક દ્વારા એસેસમેન્ટ પરીક્ષા પણ લેવામાં આવી હતી જેથી તાલીમાર્થીઓના જ્ઞાન અને આત્મવિશ્વાસમાં વધારો થાય..(વનરાજ પવાર દ્વારા આહવા-ડાંગ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500