Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગના વરસાદે ૬ માનવ મૃત્યુ નોતર્યા :૧૯ પશુ મૃત્યુ પણ નોંધાયા

  • July 18, 2022 

ગત સપ્તાહ દરમિયાન ડાંગ જિલ્લામા ખાબકેલાઅનરાધાર વરસાદે સર્જેલી તારાજીના દ્રશ્યો પૂરના પાણી ઓસરતા સામે આવ્યા છે.ડાંગના ડીઝાસ્ટર કંટ્રોલ કક્ષના ચોપડે તા.૧૭મી જુલાઈ,૨૦૨૨ અંતિત નોંધાયેલાઆંકડા મુજબ, જિલ્લામા ગત તા. ૧૦ થી ૧૬ જુલાઈ દરમિયાન છ જેટલા માનવ મૃત્યુના કેસસામે આવ્યા છે. જે મુજબ જિલ્લાના (૧) ધવલીદોડ ગામની ૩૭ વર્ષની મહિલા સુમનબેનરાજેશભાઈ પવાર, (૨) નિશાણાના ૬૨ વર્ષિય બુઝુર્ગ માહદુભાઈ કોળગાભાઈ સામેરા, (૩)ઢોંગીઆંબાના ૧૩ વર્ષિય કિશોર નામે રોહિત જીતેશભાઈ દિવા, (૪) વડપાડાના ૩૮ વર્ષિયયુવક નવલભાઈ ભીખુભાઈ પાટીલ, (૫) ખાતળના ૫૫ વર્ષિય આધેડ રાસલ્યાભાઈ જાનુભાઈપવાર, તથા (૬) કડમાળના ૬૭ વર્ષિય વડીલ ઈદરભાઈ મોહનભાઈ પવારનુવરસાદીપાણીના પ્રવાહમા તણાઈ જવાથી મૃત્યુ નોંધાવવા પામ્યુ છે. જે પૈકી બે કેસોમા, કુલ ૮ લાખનીસહાય તેમના પરિવારજનોને ચૂકવવામા આવી છે.


આ ઉપરાંત જિલ્લાના આહવા તાલુકામા ૧૦ અને સુબિર તાલુકામા ૯ મળી કુલ-૧૯જેટલા પશુ મૃત્યુ પણ ડીઝાસ્ટરના ચોપડે નોંધાયા છે. જે પૈકી ૮ જેટલા કેસોમા કુલ–૧ લાખ૫૪ હજારની સહાયની ચૂકવણી કરી દેવામા આવી છે.માનવ/પશુ મૃત્યુ ઉપરાંત જિલ્લામા રૂ! ૧૭ મી જુલાઈ અંતિત કાચા/પાકા મકાનોનેથયેલા સંપૂર્ણ કે અંશત: નુકશાનીના ૧૦૮ કેસોનુ સર્વે જિલ્લાની ટીમ દ્વારા કરવામા આવ્યુ છે.જે પૈકી ૧૯ કેસોમા કુલ રૂપિયા ૧ લાખ, ૬૬ હજાર ૫૦૦ ની સહાય તાત્કાલિક ચુકવી દેવામાઆવી છે. જયારે અન્ય કેસોની ચકાસણીથી કામગીરી હાથ ધરવામા આવી છે.


આમ, માનવ મૃત્યુ અને પશુ મૃત્યુના કેસો સહિત ઘર, ઘરવખરી, વિગેરેના થયેલાનુકશાન અંગે રાજય સરકાર ખૂબ જ સંવેદનશીલતા સાથે દરેક કેસોમા સાચુ આકલન સમયસરથાય, અને મળવાપાત્ર સહાય તાત્કાલિક મળી રહે તે માટે પ્રતિબધ્ધ છે. ત્યારે ડાંગ જિલ્લાકલેક્ટર શ્રી ભાવિન પાંદયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ સર્વેની કામગીરી હાથ ધરી,અસરગ્રસ્તોની મદદે પહોંચી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application