Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગની પ્રજ્ઞાચક્ષુ મહિલા ક્રિકેટ ટીમ રાજયકક્ષાએ પાંચમી વાર ચેમ્પિયન

  • May 08, 2022 

        

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત સ્પે. ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે રાજયકક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ એમ.સી.શાહ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ, સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો. જેમાં માનવકલ્યાણ ટ્રસ્ટ, નવસારી સંચાલિત પ્રજ્ઞામંદિર, અંધજન શાળા, શિવારીમાળ, ડાંગની ટીમે ભાગ લીધો હતો.


ગુજરાતના વિવિધ જિલ્લાઓ પૈકી ભાવનગર, ઇડર, સુરેન્દ્રનગર, ડાંગની ટીમોએ ભાગ લીધો હતો. ડાંગ અને ભાવનગરની ટીમ વચ્ચે સેમી ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં પ્રથમ દાવમાં ડાંગની ટીમે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી ભાવનગરની ટીમને ૮ ઓવરમાં ૪ વિકેટે માત્ર ૧૯ રન બનાવવા દીધા હતાં. ડાંગની ટીમે બે જ ઓવરમાં ૧૦ વિકેટે ૨૦ રન ચેસ કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.


ફાઇનલ મેચ ડાંગ અને સુરેન્દ્રનગર વચ્ચે રમાઇ હતી. પ્રથમ દાવમાં ડાંગની ટીમે ૮ ઓવરમાં ૬૮ રન બનાવ્યા હતાં. ડાંગના ટીમના કેપ્ટન પ્રેમીલા ચૌર્યા, વાઇસ કેપ્ટન સુનંદા બાગુલ તથા સમગ્ર ટીમની ચુસ્ત ફિલ્ડીંગ અને બોલીંગ થકી સુરેન્દ્રનગરની ટીમને ૮ ઓવરમાં ૩ વિકેટે ૫૩ રન બનાવવા દીધા હતાં. ૧૬ રનથી ડાંગની ટીમ વિજેતા બની હતી. ડાંગની ટીમનું ઉત્સાહપૂર્વકનું પ્રદર્શન રહયુ હતું.


આ અવસરે કોચ શ્રીગણેશભાઇ જાદવ, મનીષાબેન ચૌધરી, ભાવેશભાઇ દળવી, દતુભાઇ ભોયે,  શર્મિલાબેન વળવીએ બાળકોને પ્રોત્સાહન અને અભિનંદન પાઠવ્યા હતાં. માનવ કલ્યાણ ટ્રસ્ટના સમગ્ર  ટ્રસ્ટીગણ, મમતા મંદિર નવસારી તથા પ્રજ્ઞા મંદિર ડાંગના સૌ પરિવારજનોએ શુભેચ્છા પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application