દર વર્ષની જેમ નેશનલ કાઉન્સીલ ઓન સાયન્સ મ્યુઝીયમ-કોલકતા, નેહરુ સાયન્સ સેન્ટર-મુમ્બઇ તથા ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર પ્રેરીત, પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-આહવા ખાતે 'બાજરી - એક શ્રેષ્ઠ અન્ન' અથવા "આહારની લત" વિષય પર જિલ્લા કક્ષાનો "નેશનલ સાયન્સ સેમીનાર" યોજાયો હતો. જેમાં ડાંગ જિલ્લાની માધ્યમિક શાળાઓના વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના "નેશનલ સાયન્સ સેમિનાર" માટે એક્લવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, આહવાના વિધ્યાર્થીની પટેલ હિરલબેન દિનેશભાઇ પ્રથમ ક્રમે, સંતોકબા ધોળકિયા વિધ્યામંદિર, માલેગામના વિધ્યાર્થી પવાર પ્રતિકભાઇ તુળશીરામ બીજા ક્રમે પસંદગી મેળવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application