રાજયક્ક્ષા ખેલ મહાકુંભની જુદી જુદી સ્પર્ધામા ડાંગ જિલ્લાએ ઉત્કૃસ્ટ દેખાવ કરતા જિલ્લાને ગૌરવ અપાવ્યુ છે. જેમા અગાઉ પ્રા.શાળા ગોંડલવિહિર, પ્રા.શાળા જામનવિહિર–અંડર-૧૪ની ભાઈઓ અને બહેનોની ખોખોની ટીમે, બે ગોલ્ડ મેડલ તથા માધ્યમિક શાળા બિલિઆંબા અને માધ્યમિક શાળા ગાઢવીની ખોખોની ટીમે, એક સિલ્વર મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ ડાંગ જિલ્લાએ મહિલા હોકી ટીમ ઓપેનએજ ગૃપમા વધુ એક બ્રોન્ઝ મેડલ મેળવતા, જિલ્લાના કુલ મેડલની સંખ્યા વધીને ચાર થઈ છે.
ડાંગ ડિસ્ટ્રીકટ હોકી કોચ અલ્કેશ પટેલના માર્ગદર્શન હેઠળ, હોકી રમતમા આ મેડલ ડાંગની ટીમે મેળવ્યો છે. આ સ્પર્ધા અરવલ્લી(મોડાસા) ખાતે યોજાઈ હતી. જેમા સમગ્ર ગુજરાત રાજયના ચાર ઝોન પ્રમાણે, ઝોન ક્ક્ષાએ વિજેતા થયેલી બે ટીમો, એમ કુલ આઠ ટીમોએ રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ડાંગની ટીમે અરવલ્લી (મોડાસા) જિલ્લાની ટીમને હરાવીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.
જે બદલ ડાંગ જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગ દ્વારા સમગ્ર ટીમ, અને તેમના કોચ ને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા, જિલ્લા રમતગમત અધિકારી વિરલ પટેલ તથા ડાંગ જિલ્લા ઈન્ચાર્જ જિલ્લા રમત વિકાસ અધિકારી અંકુર જોષીએ પણ ખેલાડીઓને આ સિદ્ધિ બદલ પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500