Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાએ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ 163 ટકા સિદ્ધિ હાંસલ કરી

  • April 01, 2023 

સો દિવસ : સાથ, સહકાર અને સેવાના - ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ડાંગ જિલ્લા એ 163 ટકા સિદ્ધિ હાંસલ કરી 22ના લક્ષ્યાંક સામે 27 ખેડુતોને ટ્રેક્ટર સહાય હેઠળ આવરી લેવાયા ‘જે કહ્યું તે કરી બતાવ્યુ, થયા સપનાઓ સાકાર. સો દિવસના શાસનમા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર'. આ વાક્યને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સાકાર કરી બતાવ્યુ છે. લોક કલ્યાણના દરેક ક્ષેત્રમા શિખરો સર કરવા પ્રયત્નશીલ છે આ સરકાર. રાજ્યના ખેડુતોને ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે 4 હજારથી વધુ પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ટનુ વિતરણ કર્યુ છે. સાથે જ 28 હજાર થી વધુ ખેડુતોને ટ્રેક્ટર ખરીદી માટે રૂપિયા 125 કરોડ થી વધુની સહાયતા કરી છે.






ડાંગ જિલ્લામા ટ્રેક્ટર ખરીદી માટે સરકારે રૂપિયા 19,65,000ની સહાયતા કરી છે. રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામા સરકારના 100 દિવસના લક્ષ્યાકની સિધ્ધીને પુર્ણ કરવા દરેક વિભાગના અધિકારી, કર્મચારીઓના પરિશ્રમને કારણે લગભગ દરેક વિભાગ દ્વારા તમામ યોજનાઓમા સો ટકા લક્ષ્ય સિદ્ધિ હાંસલ કરી દેવામા આવી છે. સો દિવસ : સાથ, સહકાર અને સેવાના સૂત્રને ચરિતાર્થ કરતા ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ડાંગ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા ટ્રેક્ટર સહાય યોજનામા 100 ટકા સિધ્ધી હાંસલ કરવામાં આવી છે. શ્રી ભુપેન્દ્રભાઇ સરકારના 100 દિવસના લક્ષ્યાંક સામે રાજ્યમા 20000 ખેડુતોને ટ્રેક્ટર સહાય યોજનામા આવરી લેવાના હતા.






જેમા રાજ્યમા 28000થી વધુ ખેડુતોને આ યોજના હેઠળ આવરી લેવામા આવ્યા છે. ડાંગ જિલ્લામા 22 ખેડુતોને ટ્રેક્ટર સહાય યોજનામા આવરી લેવાના લક્ષ્યાંક સામે, જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કુલ 27 ખેડુતોને ટ્રેક્ટર સહાય યોજના હેઠળ રૂપિયા 14,25,000ની સહાય પુરી પાડી છે. 100 ટકા લક્ષ્યાંકની સામે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા 163 ટકા સિધ્ધી હાંસલ કરી છે. આ ઉંપરાત જિલ્લામા વધુ 9 ખેડુતોને ટ્રેક્ટર સહાય યોજના હેઠળ આવરી લેવાયા છે. જેમા રૂપિયા 5,40,000 સહાય પુરી પાડવામા આવનાર છે. આહવા તાલુકાના ધુબીટા ગામના લાભાર્થી કરસનભાઇ મનુભાઇ ચૌધરી જણાવે છે કે, તેઓને ટ્રેક્ટર સહાય યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો જમા કરાવી સરકાર દ્વારા સહાય પુરી પાડવામા આવી છે.






તેઓ ડાંગર, નાગલી જેવા મીલીટ પાકોની ખેતી કરે છે. ટ્રેક્ટર મળ્યા બાદ તેઓ વધુ સારી રીતે ખેતીમા તેનો ઉપયોગ કરીને ખેતી કરશે. આહવા તાલુકાના વાયદુન ગામના ખેડુત ઇશ્વરભાઇ ગાવિત જણાવે છે કે, ટ્રેક્ટર ખરીદી માટે તેઓને 60 હજાર રૂપિયાની સહાય મળી હતી. તેઓ ટ્રેક્ટર મેળવી ખુશ છે. તેમજ બાગાયતી ખેતીમા તેઓ વિવિધ શાકભાજીની ખેતી કરશે. તેઓ મોટા પાયે ડુંગળીની પણ ખેતી કરે છે. વાયદુન ગામના જ વધુ એક ખેડુત શ્રી ગજુભાઇ માળવીશ જણાવે છે કે, ટ્રેક્ટર સહાય યોજના હેઠળ તેમને ખેતી કામ માટે ટ્રેક્ટર મળતા તેઓ તેમના ખેતીનો વ્યાપ વધારશે. હવે તેઓ પાંરપારીક ખેતી સીવાય બાગાયતી ખેતી પણ કરશે. વર્ષ 2023-24ના બજેટથી રાજ્ય સરકારના સાથ, સહકાર અને સેવાના સો દિવસ દરમ્યાન જિલ્લાના ખેડુતોને સુખાકારીના દર્શન થઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application