ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ, તથા મળેલી અરજી/ફરિયાદો અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, વિવિધ ચીજ વસ્તુઓ તથા મુદ્દામાલ મુળમાલિકોને ત્વરિત પરત મળી રહે તે હેતુથી 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા પોલીસ વડાશ્રી યશપાલ જગાણીયાની અધ્યક્ષતા, અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એચ. સરવૈયાની આગેવાની હેઠળ આહવા ખાતે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
દરમિયાન જિલ્લાના અરજદારો દ્વારા પોલીસ સ્ટેશનમાં કરાયેલી અલગ અલગ પ્રકારની અરજી/ફરિયાદો પૈકી મોબાઈલ ખોવાઈ જવા બાબતની અરજીઓમાં, જિલ્લાની એલ.સી.બી.શાખા દ્વારા C.E.I.R. (Central Equipment Identity Register) પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી, બીટ ઇન્ચાર્જ તથા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટેકનીકલ સ્ટાફ સાથે સંકલનમાં રહી, હ્યુમન અને ટેકનીકલ સોર્સથી તપાસ કરી/કરાવી, કુલ નં ૧૪ નંગ મોબાઈલ કે જેની કિમત રૂ. ૨,૨૮,૨૬૫/-ના મોબાઇલ ફોન અરજદારોને પરત કર્યા હતા. નાગરિકોને પોતાની વસ્તુઓ પરત મળતા રાજીપો વ્યકત કરી પોલીસની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી કે.જે.નિરંજન, સાયબર ક્રાઈમ આહવાનો સ્ટાફ સહિત નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500