Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગિરિમથક સાપુતારાનાં પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થા સાચવતી ડાંગ પોલીસ

  • August 08, 2023 

ગુજરાતના એકમાત્ર ગિરિમથક ખાતે TCGL દ્વારા આયોજિત 'મેઘ મલ્હાર પર્વ' સહિત ચોમાસામાં ડાંગના જંગલ, પહાડ, અને જળધોધની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુરક્ષા, વ્યવસ્થામાં ડાંગ પોલીસ ખડે પગે તૈનાત છે. પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાના વડપણ હેઠળ સમગ્ર ડાંગ જિલ્લા સહિત ખાસ કરીને ગિરિમથક સાપુતારા ખાતે ચોમાસાની ઋતુમાં આયોજિત કરાતા એક માસના મોન્સુન ફેસ્ટીવલમાં રોજે રોજે દુર સુદુરથી ખુબ જ મોટી સંખ્યામાં પર્યટકો/સહેલાણીઓ આવતા હોય છે. જેમાં સાપુતારાના સનસેટ અને સનરાઇઝ પોઇન્ટ, બોટીંગ, ટેબલ પોઇન્ટ સહિત ખાણી-પીણીના સ્થળો, અને પાર્કિંગ એરિયામાં પ્રવાસીઓની ભીડભાડ રહેતી હોય છે. સાથે આ દિવસોમાં વાહનોની અવર જવર પણ ખૂબ વધી જવા પામે છે.



ચોમાસામાં અહીંના વાતાવરણમાં ખુબ જ પ્રમાણમાં ધુમ્મસ તેમજ વરસાદી વાતાવરણ રહેતુ હોય છે. જેના કારણે વિઝીબીલીટીનું પ્રમાણ પણ ઘટી જતું હોય છે. જેથી આવા સ્થળઓએ સંભવતઃ કોઇ અનિચ્છનીય બનાવ, ચોરી, અકસ્માત, ટ્રાફિક જામ કે સાપુતારાના ઘાટમાર્ગમાં પણ અકસ્માત જેવી ઘટનાની શક્યાતાને ધ્યાને રાખી ડાંગ પોલીસ વિશેષ સતર્કતા દાખવી રહી છે. નાયબ પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન તેમજ સહયોગ હેઠળ, સર્કલ પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.ડી.પરમાર, અને સાપુતારાના પોલીસ સબ ઇન્સપેક્ટર, તથા ડાંગ જિલ્લા પોલીસના જવાનો દ્વારા જરૂરી સુરક્ષા, વ્યવસ્થા, અને બંદોબસ્ત જાળવતા ખાસ કરીને ઘાટ માર્ગો ઉપર બેનરોના માધ્યમથી જનજાગૃતિ કેળવી, લોકોને જોખમી રીતે રસ્તામાં ઉભા રહી સેલ્ફી, ફોટો, કે વિડીયો ન ઉતારે તે માટે, પ્રવાસીઓની સાથે પોલીસ જવાનોને પણ પોતાની ફરજ યોગ્ય રીતે તેમજ સલામતિપૂર્વક બજાવવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application