Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગે વન ઘુવડ સંરક્ષણ દિવસની ઉજવણી કરી

  • October 25, 2024 

ડાંગ જિલ્લા દક્ષિણ ડાંગ વન વિભાગ તથા વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયાના (WCSI) સંયુકત ઉપક્રમે તા ૨૪ ઓકટોબર ૨૦૨૪ ના રોજ કિલાદ કેમ્પસાઇટ ખાતે વન ઘુવડ (ડાંગી ચિબરી) સંરક્ષણ દિવસની ઉજવણી કરી હતી. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાની સુચના તથા અધિક્ષકશ્રી બોટાનિકલ ગાર્ડન-વઘઇશ્રી ડી.કે.રબારીના માર્ગદર્શન હેઠળ વાંસદા નેશનલ પાર્કના કાર્ય વિસ્તારમાં આવેલ કિલાદ કેમ્પસાઇટ ખાતે Forest Owlet Conservation Day (વન ઘુવડ (ડાંગી ચિબરી) સંરક્ષણ દિવસ)ની ઉજવણી કરવામાં આવી હતી.


આ પ્રસંગે દક્ષિણ ડાંગ વન વિભાગનો સ્ટાફ તથા વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયાના (WCSI) પ્રોજેક્ટ મેનેજર શ્રી કૌશલભાઇ પટેલ તથા બર્ડ વોચરના નિષ્ણાંત શ્રી મિતુલ દેસાઇ, શ્રી મહમદભાઇ તથા આસપાસના વિસ્તારના બર્ડ વોચરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક બર્ડ વોચરોએ પોતાના અનુભવો તથા બર્ડ વોચીંગની સમજુતી આપી હતી. કાર્યક્રમના અંતે ડાંગી ચિબરી (Forest Owlet)નું સંરક્ષણ કરવાની તથા જાગૃતિ લાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. તેમ વાંસદા નેશનલ પાર્ક નવતાડના અધિક્ષકશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application