ડાંગ જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થતિ અને ડુંગરાળ તથા ઘાટમાર્ગોને ધ્યાને લેતા અહી અકસ્માતોનું પ્રમાણ નિવારી, અમૂલ્ય માનવ જિંદગી બચાવી શકાય તેવું લાંબા અને ટૂંકા ગાળાનું આયોજન ધરી કાઢવા, ડાંગ કલેકટર મહેશ પટેલે જણાવ્યુ હતું. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત 'ડિસ્ટ્રકટ રોડ સેફટી કમિટિ'ની બેઠકને સંબોધતા કલેકટરએ જિલ્લાના નેશનલ હાઈ-વે, સ્ટેટ હાઈ-વે અને પંચાયત હસ્તકના ગ્રામિણ માર્ગ ઉપર ટ્રાફિક નિયમના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનો અનુરોધ કર્યો હતો.
જિલ્લામાં કાર્યરત જંગલ તથા પોલીસ વિભાગની ચેકપોષ્ટને વધુ અસરકારક બનાવવા સાથે, સરકારી કચેરીઓના ડ્રાયવરોના લાયસન્સની સ્થિતિ, વાહનોના વિમા અને પી.યુ.સી. જેવા મુદ્દે પણ કલેકટરએ વિશેષ માર્ગદર્શન આપ્યુ હતુ. જિલ્લાના વઘઈ-શામગહાન સ્ટેટ હાઈ-વે ઉપર સફળ રહેલા 'રોલર ક્રેસ બેરીયર'નો વ્યાપ વધારવાનો અનુરોધ કરતા કલેકટર શ્રી મહેશ પટેલે અકસ્માત ઝોન, બ્લાઈન્ડ સ્પોટ, બમ્પ, સાઈન બોર્ડ, ટ્રાફિક અવેરનેસની બાબતોનો યોગ્ય પ્રચાર-પ્રસાર થાય તે માટે પણ અયોજન ધડી કાઢવા અનુરોધ કર્યો હતો. જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રીની ચેમ્બરમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિહજી જાડેજા, ARTO સી.આર.પટેલ સહિત કમિટિ મેમ્બરોએ ઉપસ્થિત રહી ચર્ચા વિચારણા હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500