Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લા પોલીસ હવે વિવિધ ભૂમિકામાં : વિવિધ તાલીમથી સજ્જ થઈ પ્રજાજનોની સેવામાં જોડાશે

  • July 16, 2023 

ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાની સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લામા ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ/ કર્મચારી, જવાનો પ્રજાજનોની બહેતર સેવા માટે વિવિધ તાલીમ લઈ સજ્જ થયા છે. પોલીસ કર્મીઓ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી શકે તે માટે દર સપ્તાહે પીટી પરેટ તથા સેરોનિયલ પરેડનુ નિયમિત રીતે આયોજન કરવામા આવે છે.


જેની સાથે તાજેતરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત સેરોમોનિયલ પરેડ પુર્ણ થયા બાદ, નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલની અધ્યક્ષતામા જિલ્લાના તમામ પોલીસ જવાનોને ફરજ દરમ્યાન લોકોના જાન-માલની રક્ષા કરવા જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે માટે વિવિધ તાલીમ આપવામાં આવી હતી.


સિવિલ હોસ્પીટલ, આહવાના ડો.રિતેશ બ્રહ્મભટ્ટ તથા તેમના સ્ટાફ દ્વારા પ્રાથમિક સારવાર જેમા (સાપ કરડવા, ડુબી જવુ, હડકવા) વગેરે કિસ્સાઓમા લોકોને કેવી રીતે મદદરૂપ થઇ શકાય, તેમજ CPR અંગેની તાલીમ આપવામા આવી હતી. તો જિલ્લા અગ્નિશામક વિભાગના શ્રી ચેતનભાઈ પટેલ, ડીઝાસ્ટર મેનેજમેંટ, (DPO) તથા સ્ટાફ દ્વારા કોઇ માનવસર્જિત કે કુદરતી આફત આવે ત્યારે તેને પહોચી વળવા, તેમજ લોકોના જીવ તેમજ માલ-મિલ્કતની સલામતી કેવી રીતે રાખી શકાય તે અંગેની તાલીમ આપવામા આવી હતી.


આ ઉપરાંત જિલ્લાના એલ.સી.બી. દ્વારા સરકારશ્રી દ્વારા આપવામા આવેલ ટૂલ કીટની મદદથી, કોઇ ગુનો બને ત્યારે ગુનાવાળી જગ્યાને સલામત રાખી, પુરાવા યોગ્ય રીતે એકત્રીત કરવા અંગેની તાલીમ પુરી પાડવામાં આવી હતી. ઉપરાંત BDDS ટીમ દ્વારા વિસ્ફોટકો શોધવા તેમજ શોધીને ડીસ્ચાર્જ કરવા અંગેના સાધનોની પ્રાથમિક જાણકારી આપવામા આવી હતી. આ તાલીમમા 2 પી.આઇ, 15 પી.એસ.આઇ, 115 પોલીસ કર્મચારી, 20 હોર્મગાર્ડ, તથા 73 જી.આર.ડી.સભ્યો મળી કુલ 226 અધિકારી/કર્મચારી રોમોનિયલ પરેડમા હાજર રહી તાલીમ મેળવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application