Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે ‘પ્રવાસી મિત્રો’ યોજનાની શરૂઆત કરાઈ

  • October 26, 2023 

ડાંગ જિલ્લામા પ્રવાસીઓની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા "પ્રવાસી મિત્ર" યોજનાનો પ્રારંભ કરવામા આવ્યો છે. આ પ્રંસગે જિલ્લા કલેક્ટર મહેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, નવરાત્રી ધાર્મિક કાર્યક્રમ છે. પરંતુ તેની સાથે ડાંગ પોલીસ દ્વારા લોકજાગૃતિ માટેના તેમજ સમાજમા સમાનતા લાવવા માટેના જે કાર્યક્રમો કરવામા આવ્યા તે સરાહનીય છે. જિલ્લામા પાયલોટ પ્રોજેક્ટ તરીકેની શરૂ કરાયેલી "પ્રવાસી મિત્રો"ની યોજના, જિલ્લામા આવનારા પ્રવાસીઓને ઉપયોગી નીવડશે. સાથે આ યોજના પ્રવાસીઓની સુરક્ષા તેમજ તેઓને જરૂરી માહિતી પુરી પાડવા માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થશે. ડાંગ જિલ્લાનો મુખ્ય મિલેટસ પાક (નાગલી) છે.



નાગલી સ્વાસ્થ્યવર્ધક પાક છે. તેથી નાગલીની પ્રોડક્ટ સાપુતારાની હોટેલોમા ઉપલબ્ધ કરાવવા માટે સાપુતારા હોટેલ એસોસિએશનને કલેક્ટરએ આ વેળા અપીલ કરી હતી. જિલ્લા પોલીસ વડાએ નવરાત્રીના આયોજનની સાથે જિલ્લાના લોકો માટે રોજેરોજ જનજાગૃતિ માટેના કાર્યક્રમોનુ આયોજન કરનાર, નાયબ પોલીસ અધિક્ષક તેમજ સમગ્ર પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. નાયબ પોલીસ અધિક્ષકએ જણાવ્યુ હતુ કે, જિલ્લામા પ્રવાસન સ્થળોને વિકસિત કરવા માટે સરકાર દ્વારા મોટાપાયે પ્રોજેક્ટ કરવામા આવી રહ્યા છે. તેથી પ્રવાસીઓની સંખ્યામા ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ભવિષ્યમા પોલીસ વિભાગ માટે પ્રવાસીઓની સુરક્ષા પડકારજનક બની રહેશે. ડાંગ જિલ્લો પહાડી વિસ્તાર હોવાથી વળાંક વાળા રસ્તાઓને લીધે અકસ્માતોનુ પ્રમાણ વિશેષ રહે છે.



આવા સંજોગોમા પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ અધિક્ષક દ્વારા "પ્રવાસી મિત્ર" યોજનાનો નૂતન કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે. જે પ્રવાસીઓની સુરક્ષા માટે ઉપયોગી સાબિત થશે. "પ્રવાસી મિત્ર" યોજના હેઠળ ગ્રામરક્ષક દળના 20 જેટલા સભ્યોને વિશેષ તાલીમ આપવામા આવી છે. આ સુરક્ષાકર્મીઓ જિલ્લામા આવનાર પ્રવાસીઓને QR-Code દ્વારા માર્ગદર્શન આપશે. જિલ્લામા રાત્રી રોકાણના સ્થળો અંગેની માહિતી પણ આપશે, તેમજ લોકોને પોલીસ વિભાગની સુરક્ષા અંગેની તમામ સેવાઓ વિશે માહિતગાર કરશે. જેમાં વુમન હેલ્પલાઇન, ટ્રાફિક, સાયબર ક્રાઇમ તેમજ પ્રવાસીઓની સુરક્ષા માટે તમામ સરકારી વિભાગોના સંપર્ક નંબરો વિશે માહિતીગાર કરશે.



જિલ્લામા કઈ કઈ જગ્યાએ અકસ્માત ઝોન, બ્લેક સ્પોટ આવેલા છે, તે વિશે પણ સતર્ક કરશે. પોલીસ હેડ કવાર્ટર આહવા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમા સાપુતારા હોટેલ એસોસિએશનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાંગ જિલ્લાની સંસ્કૃતિને ઉજાગર કરતા જિલ્લાના નૃત્ય સમૂહોના કલાકારોને રોજગાર મળી રહે તે માટે સંવાદ કરવામા આવ્યો હતો. આ સાથે જ ડાંગ જિલ્લા ગ્રામ રક્ષક દળના સભ્યો, નવરાત્રીનુ આયોજન કરનાર નિર્ણાયકો તેમજ નવરાત્રી દરમ્યાન તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડનાર સાપુતારા હોટેલ એસોસિએશનના સભ્યો, તેમજ યુનિટી કન્સ્ટ્રક્શનને શિલ્ડ આપી સન્માનિત કરવામા આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application