Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લા પંચાયત, આહવાની ખાસ સામાન્ય સભાની બેઠક યોજાઇ

  • September 27, 2023 

ડાંગ જિલ્લા પંચાયત, આહવાની ખાસ સામાન્ય સભાની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમા ગુજરાત પંચાયત અધિનિયમ–1993ની જોગવાઇ અંતર્ગત જિલ્લા પંચાયતની જુદી જુદી કુલ 8 સમિતિઓની રચના કરાઇ હતી. જેમા કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ, સામાજિક અને ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ, મહિલા અને બાળ વિકાસ સમિતિ, સિંચાઇ અને કૃષિ સહકાર સમિતિની રચના કરવામા આવી હતી. આ સમિતિઓ પોતાની વિભાગની મિટિંગ બોલાવી અધ્યક્ષની ચુંટણી કરશે. જિલ્લા પંચાયત-આહવાની ખાસ સામાન્ય સભામા પ્રમુખ સ્થાનેથી ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે ઇસરોના વૈજ્ઞાનિકોની ટીમને વડાપ્રધાનશ્રીના અભિનંદનનો ઠરાવ રજુ કરવામા આવ્યો હતો. તેમજ મહિલાઓના પ્રતિનિધિત્વને અધિનિયમ દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપી પ્રતિનિધિ કરવા માટેનો ઠરાવ રજુ કરવામા આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application