આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ડાંગ જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સુબીર ખાતે 73મા વન મહોત્સવની ઉજવણી કરવામા આવી.73મા જિલ્લા વન મહોત્સવ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે જણાવ્યુ હતુ કે, જંગલ છે તો ડાંગ જિલ્લાની કિંમત થાય છે. અને આ વન ના કારણે જ ડાંગ સુશોભીત છે. ડાંગ જિલ્લામા જંગલ, નદી, નાળા હોવાથી અહીં પ્રકૃતિને માણવા માટે મોટી સંખ્યામા પ્રવાસીઓ આવે છે. વૃક્ષો ઓક્સીજન અને પ્રાણવાયુ છોડવાનુ કામ કરે છે, વૃક્ષોનુ મહત્વ કેટલુ છે જે આપણને કોરોના સમયે જોયુ છે, આવનાર દિવસોમા સુખ ભોગવવુ હોય તો વૃક્ષોનુ જતન કરવું જોઈએ. જેના કારણે આપણે આવનાર દિવસોમાં બચી શકીશુ. વન ને સાચવવાની જવાબદારી આપણી છે. પ્રજાએ તંત્રની સાથે રહી વન જતન કરવુ જોઈએ.
ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલે 73મો વન મહોત્સવ પ્રસંગે જણાવ્યું કે ડાંગ પ્રાકૃતિક જિલ્લો છે. અહીં વન પ્રકૃતિ સાથે જીવન સંકળાયેલું છે. ડાંગ જિલ્લો વૃક્ષોથી છવાયેલો છે. ડાંગમાં વનોને કારણે ઓક્સીજન પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. વૃક્ષોનું જતન કરવું એ આપણા લોકોની જવાબદારી છે.વન છે તો જીવન છે. વન જતન કરવાનો સંકલ્પ કરીએ.ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ 73 મા વન મહોત્સવ પ્રસંગે જણાવ્યુ હતુ કે 1950 થી વન મહોત્સવ ઉજવતા આવ્યા છે. આપણા ગુજરાતના કનેયાલાલ મુન્શી જયારે વન મંત્રી હતા ત્યારે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ડાંગ જિલ્લો પ્રકૃતિથી સમૃદ્ધ છે. રાજ્યમાં વધુમાં વધુ વૃક્ષો ધરાવતો ડાંગ જિલ્લો છે. ડાંગ જિલ્લામા જળ, જંગલ અને શુદ્ધ વાયુ મળે છે. અહીં પ્રદુષણ મુક્ત હવા છે. જેથી આ જિલ્લો અન્ય જિલ્લા કરતા વિકસિત જિલ્લો છે. અહિંના લોકોની મહેનત, રાજવીઓ, અગ્રણીઓના કારણે વન સુરક્ષિત રાખી શક્યા છે. અહીં જંગલ હોવાના કારણે જ પ્રવાસીઓ મોટી સંખ્યામા મુલાકાત માટે આવે છે.
વન મહોત્સવ કાર્યક્રમમા ઉપસ્થિત મહાનુભાવો મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને માલકી યોજના અને વન લક્ષ્મી યોજનાના ચેક વિતરણ કરવામા આવ્યા હતા. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વૃક્ષા રોપણ કરવામા આવ્યુ હતુ. મુખ્યમંત્રીશ્રીના જીવિત પ્રસારિત કાર્યક્રમ નિહાળ્યો હતો.ડાંગ જિલ્લામા 2880 હેક્ટર વન વિસ્તારમા કુલ 29.14 લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યુ છે. વન મહોત્સવ યોજના હેઠળ ડાંગ દ્વારા 7.00 લાખ રોપાઓનુ વાવેતર કરવામા આવ્યુ છે.જેમાંથી કુલ 3.31 લાખ રોપાઓનું વિતરણ કરી દેવામાં આવ્યુ છે. અને બાકીના રોપાઓનુ વિતરણ કરવાની કામગીરી પણ હાલ પ્રગતિમા છે. જે આવતા અઠવાડિયામા સંઘન વૃક્ષારોપણ અંતર્ગત પૂર્ણ કરવામા આવશે. વધુમા ડાંગ જિલ્લામા 'ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત' હેઠળ કુલ 100 ગામોમા ગ્રામ્યકક્ષાના વન મહોત્સવની પણ ઉજવણી કરવાની છે.
વન મહોત્સવના ભાગરૂપે ખેડૂત ભાઈઓને વિનામૂલ્યે કાલીબેલ રેંજના વાડી યોજના હેઠળ જેએફએમસી મંડળીના વન વિસ્તારના ગામોમા 100 લાભાર્થીઓને 1500 આંબાકલમ અને 500 કાજુ રોપાઓનું વિતરણ કરવામા આવેલ છે.માલકી યોજના અંતર્ગત વન વિભાગ, ડાંગ દ્વારા મુખ્ય સ્ટેજ પર રકમ રૂપિયા 32,30,835/- તથા વન મહોત્સવ કાર્યક્રમ બાદ રકમ પેટા સ્ટેજ પર 13,90,764/- આમ, કુલ રકમ 46,21,699/- નો લાભ આપવામા આવનાર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500