Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લા વિજળી વિભાગ ઘરે ઘરે વિજળી પહોચાડવામાં અગ્રેસર

  • August 25, 2022 

ઉજ્જવલ ભારત-ઉજ્જવલ ભવિષ્યના સુત્રને સાર્થક કરતા ગુજરાત રાજ્યની ચારેય વિજ કંપનીઓ ભારત સરકારની તમામ યોજનાઓના લાગુ કરવામા સમગ્ર દેશમા અગ્રેસર છે. ગુજરાતમા વાર્ષિક માથાદીઠ વીજ વપરાશ રાષ્ટ્રિય સરેરાશની સરખામણીએ બે ગણો છે. 1208 યુનિટના રાષ્ટ્રિય સરેરાશના સરખામણીએ ગુજરાતમા 2283 યુનિટ માથાદીઠ વીજ વપરાશ થાય છે.




ગુજરાત રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાના તમામ ગામડાઓમા ઘરે ઘરે લોકોને વિજળી પહોચી છે. ડાંગ જિલ્લામા વિજળી વિભાગની જો વાત કરીએ તો, કુલ 3 સબ ડીવીઝન આવેલા છે અહિ જિલ્લાના 311 ગામો અતર્ગત પેટા પરા મળી 319 ગામડાઓના કુલ 50482 ગ્રાહકોના ધરે વિજળી પહોચાડવામા આવેલ છે.




કુટીર જ્યોત યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમા કુલ 4614 વિજ જોડાણ કરવામા આવેલ છે. સોલાર સ્કીમ અંતર્ગત 1) 73 સોલાર પંપ સેટ  2) 5292 સોલાર હોમ લાઇટ 3) 74 સોલાર રૂફટોપ યોજનાનો લાભ લાભાર્થીઓને આપવામા આવેલ છે. ટી.એસ.પી સ્કીમ અંતર્ગત કુલ 1419 કુવાઓનુ વિજળીકરણ કરવામા આવેલ છે.




ડાંગ જિલ્લામા વિજ વિભાગને નવો વેગ મળે તે માટે કે.વી સબ સ્ટેશન સ્થાપવામા આવનાર છે. હાલ જિલ્લામા સાપુતારા અને સુબીર ખાતે કે.વી સબ સ્ટેશન કાર્યરત છે. મોરઝીરા અને કાલીબેલ ખાતે કાર્ય પ્રગતિમા છે. જ્યારે ગલકુંડ, ગારખડી અને પિપલદહાડ ખાતે કે.વી સબ સ્ટેશનની દરખાસ્ત મુકવામા આવેલ છે.




ગુજરાત રાજ્યમા સરકારના 20 વર્ષના શાસનમા અંધારિયા ગામો ઝળહળતા થયા છે. રાજ્યમા જ્યોતીગ્રામ યોજના હઠળ 18 હજાર ગામડાઓમા ઘરે ઘરે વિજળી પહોચી છે. ગામડાઓને 24 કલાક થ્રી ફેઝ વીજ પુરવઠો મળે છે. ગ્રામીણ જીવનસ્તર ઉંચુ આવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application