આગામી પ્રજાસત્તાક પર્વની ડાંગ જિલ્લા ક્ક્ષાની વઘઈ ખાતે થનારી ઉજવણી સંદર્ભે, ધ્વજવંદન સહિત આનુષંગિક કામગીરી સત્વરે પૂર્ણ કરવાની સૂચના આપતા ડાંગ કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ, સંબંધિત અધિકારીઓને સત્વરે તેમની કામગીરી પૂર્ણ કરી અહેવાલ રજુ કરવાની તાકિદ કરી હતી.
ડાંગ સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકને સંબોધતા કલેક્ટર શ્રીએ 'અમૃત સરોવર' ખાતે પણ પ્રજાસત્તાક પર્વ ધ્વજવંદન કરવાની વ્યવસ્થાઓ ગોઠવવાની સૂચના આપી હતી.
'સો દિવસના લક્ષ્યાંક' અંગેના મુદ્દાની ચર્ચા કરતા કલેક્ટરશ્રી જાડેજાએ તમામ વિભાગો/કચેરીઓને તેમના લક્ષ્યાંકો બાબતે પૂરતી જાણકારી મેળવી લઈ, કામગીરી હાથ ધરવાની તાકિદ કરી હતી.સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓની ઝીણવટભરી સમીક્ષા કરતા કલેક્ટરશ્રીએ એ.જી.ઓડિટના બાકી પેરા,સરકારી લેણાંની બાકી વસુલાત, તુમાર નિકાલ, નાગરીક અધિકારપત્ર અન્વયે મળેલી અરજીઓ, બાકી પેન્શન કેસ, ગ્રામસભાના પ્રશ્નો, સ્વચ્છ ભારત મિશન,સ્વાન્ત: સુખાય પ્રોજેકટ.
બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેક્ટર શ્રી પધ્મરાજ ગાવિતે જિલ્લાના સંકલન અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતું.દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપીન ગર્ગ, નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો. બેઠકમાં જિલ્લાની જુદી જુદી કચેરીઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500