આહવાના ઐતિહાસિક ડાંગ સ્વરાજ આશ્રમના ટીમ્બર હોલ ખાતે આયોજિત "વિશ્વ ક્ષય દિવસ" ઉજવણી કર્યક્રમ દરમિયાન ક્ષય અને રક્તપિત્ત નિવારણ કેન્દ્ર-ગણદેવી, જિ.નવસારીના સેવાભાવિ સજ્જ્ન શ્રી લક્ષ્મીચંદ શાહ દ્વારા ડાંગ જિલ્લાના ૫૦ જેટલા સારવાર લઇ રહેલા ટીબીના દર્દીઓને અનાજની કીટ તથા ધાબળાનુ વિતરણ કરાયુ હતુ. શાહે માનવ સેવા ને જ પ્રભુ સેવા ગણાવતા આ સેવાકાર્યમા જોડાયેલા આરોગ્ય વિભાગ સહીત સામાજિક કાર્યકરો અને જુદા જુદા વિભાગોના કર્મયોગીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા.
ડાંગ જિલ્લાના નવનિયુક્ત તાલુકા/જિલ્લા પંચાયતના યુવા સદસ્યોને રાજરોગ ગણાતા ક્ષય રોગને દેશવટો આપવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકર કરવા માટે શપથ લેવડાવતા, ક્ષય રોગના છુપા દર્દીઓને શોધવાની આરોગ્ય વિભાગની ઝુંબેશમા સહયોગી થવાની અપીલ કરવામા આવી હતી. નવા વરાયેલા જનપ્રતિનિધિઓને ટીબીના એક્ટીવ દર્દીઓની પડખે રહીને, તેમને સારવાર પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવાની હિમાયત કરતા જિલ્લા ક્ષય અધિકરી ડો.પોલ વસાવાએ "મારુ ગામ, ટીબી મુક્ત" ગામની સંકલ્પના સિદ્ધ કરવાના કાર્યમા યોગદાન આપવાની સૌને હિમાયત કરી હતી.
વસાવાએ ટીબીના સામાન્ય લક્ષણો, તેનુ જિલ્લામા પ્રમાણ, નિદાન અને સારવાર સહિતની કાર્યપ્રણાલીનો ખ્યાલ આપી, ટીબીના દરદીઓ માટેની "નીક્ષય પોષણ" યોજનાની જાણકારી પૂરી પાડી હતી. ડાંગ જિલ્લામા તા.૨૨ માર્ચ થી ૨૫ માર્ચ ૨૦૨૧ દરમિયાન ગામની આશા દ્વારા ઘરે ઘરે ફરીને શંકાસ્પદ ટીબીના દર્દોને શોધવા માટેની કામગીરી શરુ કરવામા આવી છે, તેમા જન પ્રતીનીધીઓને સહયોગ આપવાની અપીલ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500