Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શામગહાનમાં ઉભેલી કાર અને બાઈકને બેકાબૂ ટ્રકે ઘસડી જતા અકસ્માત સર્જાયો

  • January 05, 2022 

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ઘોરીમાર્ગનાં શામગહાન ગામે બેકાબુ બનેલ ટ્રક પલટી મારી જતા અહીં માર્ગની સાઈડમાં ઉભેલી ઈકો વાન અને બાઈકને નુકસાન થવાની સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રનાં વેજાપુર તરફથી મંગળવારે સવારે કપાસનો જથ્થો ભરી કડી મહેસાણા તરફ જઈ રહેલી ટ્રક નંબર જીજે/31/ટી/3011 સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં શામગહાન ગામમાં ટ્રક બેકાબુ બની હતી. જોકે આ ટ્રક બેકાબૂ બનતા સ્થળ પર માર્ગની સાઈડમાં ઉભેલી સંજયભાઈ કાશીરામભાઈ જાદવ (રહે.શામગહાન) ની ઈકો વાન નંબર જીજે/30/એ/2393 તથા મુંરબી ગામનાં ભાગવતભાઈ શિવાભાઈ બિરારીની બાઈક નંબર જીજે/30/બી/1207 નાને દૂર સુધી ઘસડી લઈ જઈ આ વાહનો પર પલટી મારી ગઈ હતી.આ અકસ્માતમાં ટ્રક સહિત ઈકો વાન તથા બાઈકને જંગી નુકસાન થયુ હતુ અને ટ્રકનાં ક્લીનરને નાનીમોટી ઈજા પહોંચતા ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે અકસ્માત વખતે ગામનાં આંતર રાજ્ય ધોરીમાર્ગમાં ઉભેલા લોકો તથા દુકાનોનાં માલિકો દોડીને સાઇટમાં ખસી જતા મોટી દુર્ઘટનામાં ટળી હતી. અહી શામગહાન ગામનાં માર્ગનાં સાઈડમાં ખીચોખીચ દુકાનોનાં દબાણોનાં પગલે માર્ગમાં સંકડાશ ઉભી થતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. જેથી ડાંગ જિલ્લાનું સ્ટેટ માર્ગ મકાન તંત્ર આ બાબતે યોગ્ય માપણી કરી ઘટતી કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બની ગયું છે. જો તંત્ર દ્વારા અહીં દબાણ ખસેડી નક્કર કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાવાની શકયતા રહેલી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application