ડાંગ જિલ્લાનાં ઉત્તર ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.ના માર્ગદર્શન હેઠળ લવચાલી રેંજના આર.એફ.ઓ.ની ટીમે તેમની રેંજના કાર્યક્ષેત્રમાં લાકડા ચોરી થતાં હોવાની બાતમીનાં આધારે કોટબા તથા ગાયગોઠણ વચ્ચે મુખ્ય રસ્તાની જમણી બાજુ રી.ફો.કે.નં.-119માં સાગી ઝાડ-6 નંગ-28 ઘન મીટર-5.306 જેની કિંમત રૂપિયા 1,91,860/- લાખનો મુદ્દામાલ મળી આવેલ છે.
જે બાતમીનાં આધારે ગુનેગારની તપાસમાં વોચ ગોઠવતા શંકાસ્પદ ઈસમો કિશનભાઈ ગુલસીંગભાઈ પવાર (૨હે.ભવાનદગડ) અને મહેન્દ્રભાઈ ઈન્દરભાઈ પવાર (રહે.ઘોડી) નાઓને મોટરસાઈકલ નંબ૨ GJ/30/B/9081 જેની કિંમત રૂપિયા 20 હજાર મળી કુલ મુદ્દામાલની કિંમત 2,11,860/- મળી આવતા જેઓની શંકાની આધારે અટક કરવામાં આવેલ અને વધુ તપાસમાં એમણે ગુનાની કબુલાત કરેલ કરતા તથા અન્ય દશથી બાર ઈસમો ભાગી છૂટતા તપાસ ચાલુ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500