Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે બાઈક સામસામે ટક્કરાતાં બે વ્યક્તિનાં મોત, એક ઘાયલ

  • February 23, 2021 

વાંસદા તાલુકાનાં પીપલખેડથી માંડવખડક જતા રસ્તા ઉપર બે બાઈક સામસામે ટક્કરાતાં બંને વ્યક્તિઓ રોડ ઉપર પટકાઈ જતા વલસાડ ખાતે સારવાર દરમિયાન બંને વ્યક્તિઓના મોત નીપજ્યું હતું.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુભાષભાઈ સોમાભાઈ ભોયે અને સુરેશભાઈ સખાભાઈ ચોર્યા સાથે પાછળ બેસેલ અજયભાઈ સોનુભાઈ સૂર્યવંશી બાઈક નંબર જીજે/21/બીઈ/5447 લઈ પીપલખેડ જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન પીપલખેડથી માંડવખડક જતા ડુંગરપાડા ફળિયા પાસે રોંગ સાઈડથી આવતો હતો. ત્યારે બંને બાઈક સામસામે ટક્કરાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતા ત્રણેય વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી વાંસદા સારવાર માટે લઈ ગયા હતા.

 

 

 

ત્યારબાદ વધુ સારવાર માટે વલસાડ લઈ જતા હતા ત્યાં અજયભાઈ અને રોંગ સાઈડ પરથી આવેલ અજાણ્યા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે સુભાષભાઈ વલસાડની હોસ્પિતલમાં સારવાર હેઠળ હતા. ઈજાગ્રસ્તએ અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આ બનાવ અંગે પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાધ ધરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application