Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુબીર તાલુકાના બદલી થયેલ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું

  • April 11, 2021 

સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને સુબીર તાલુકા શિક્ષકોની ધિરાણ અને સહકારી મંડળી દ્વારા સુબીર તાલુકામાંથી ડાંગ જીલ્લાના અન્ય તાલુકામાં બદલી થયેલ શિક્ષકનો શુભેચ્છા સન્માન સમારંભનું આયોજન થયું હતું.

 

 

 

 

જેમાં ઉપસ્થિત સૌને સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી જયરાજ પરમારે આવકાર્યા હતા અને શિક્ષકો દ્વારા સુબીર તાલુકાના બાળકો અને સંગઠન માટે કરેલ કાર્ય ને યાદ કર્યા હતા. પ્રમુખ સામજીભાઈ પવાર દ્વારા શિક્ષકો સાથે રહી હમેશા કામ કર્યું છે એ ભૂલી શકાશે નહીં એમ જણાવ્યુ હતું. સૌ સન્માનિત શિક્ષકોએ પણ પોતાના અનુભવો વિષે વાતો કાતિ હતી કે, સુબીર તાલુકો હંમેશા યાદ રહેશે ભૂલવું મુશ્કેલ છે એમ જણાવી પોતાની સુબીર તાલુકા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. સૌ શિક્ષકોને સન્માનપત્ર, સ્મૃતિભેટ સાથે સાલ ઓઢાળી સન્માન કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application