ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં નેટવર્ક સમસ્યા હલ કરવા બાબતે ચીંચલી ગામનાં જાગૃત યુવકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. ચીંચલી ગામમાં 3 વર્ષથી ખાનગી કંપનીનો ટાવર ઉભો કરવામાં આવ્યો છે. જેનું મંત્રી ગણપત વસાવા દ્વારા ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ જેને 10 મહિના થઈ ગયા બાદ પણ નેટવર્ક કાર્યરત કરવામાં આવ્યુ નથી તેમજ અન્ય એક બીએસએનએલનો ટાવર આ ગામમાં મંજૂર કરવામાં આવ્યો છે. પરંતુ આ ટાવરની કામગીરી હજી સુધી ચાલુ કરવામાં આવી નથી જેથી યુવકો દ્વારા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ચીંચલી ગામમાં નેટવર્ક સમસ્યાનાં કારણે ભારે મુશ્કેલી પડી રહી છે.
ડિજીટલ યુગમાં અહીનાં લોકોને નેટવર્ક શોધવા જવું પડે છે અને આ પરિસ્થિતિમાં ઓનલાઈન કામગીરી તેમજ ઇમરજન્સી સેવામાં તકલીફ પડે છે. ઓનલાઈન સમસ્યા ફક્ત યુવકો કે વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ તમામ વ્યક્તિઓને પડે છે. ખેડૂતો કોઇપણ યોજનાનાં ફોર્મ ભરી શકતા નથી જે માટે તેઓને 30 કિ.મી દૂર આહવા જવુ પડે છે. વધુમાં નેટવર્ક સમસ્યાનાં પગલે આ વિસ્તારનાં બાળકોનાં અભ્યાસ પર પણ માઠી અસર પડી હતી. નેટવર્ક અંગે તમામ સમસ્યા હલ કરી તાત્કાલિક ધોરણે નેટવર્ક કાર્યરત કરવામાં આવે તેવી માંગ ચીંચલીનાં જાગૃત યુવકોએ કલેક્ટરને કરી આવેદનપત્ર આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application