ડાંગ જિલ્લામા મહિલા સ્વાવલંબન દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના મહિલાલક્ષી યોજનાના અધિકારીઓએ ઉપસ્થિત રહી મહિલાઓને શારીરિક, આર્થિક અને શેક્ષણિક રીતે સ્વાવલંબન બનવા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. સરકારની મહિલા સ્વાવલંબનની સમાજ સુરક્ષા કચેરી, મહિલા અને બાળ વિકાસ કચેરી, ટ્રાયબલ સબપ્લાન, ગ્રામ વિકાસ એજન્સી વગેરેની યોજનાનો લાભ લેવો જોઈએ.
અભયમ 181 મહિલા હેલ્પલાઇન ડાંગના કાઉન્સેલરએ અભયમ સેવાઓની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આપતી મા મુકાયેલ કોઈપણ મહિલાને 24*7 વિના મુલ્યે મદદ, માર્ગદર્શન અને બચાવ કરવામાં આવે છે શારીરિક, માનસિક કે જાતીય સતામણીના કિસ્સાંમા 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરવાથી અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પીડિત મહિલાને મદદરૂપ બંને છે. આ ઉપરાંત ગંભીર પ્રકારના ઘરેલુ હિંસાના કેસમા પોલીસની પણ મદદ પુરી પાડવામાં આવે છે. ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમા રહેતા મહિલાઓ, યુવતીઓને અભયમ 181 મહિલા હેલ્પલાઇન વિષે માહિતી પહોંચાડવા અપીલ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500