સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં પુણેથી અમદાવાદ મશીનરી ભરી જઈ રહેલ ટેમ્પોની બ્રેક ફેલ થતા બેકાબુ બનેલ ટેમ્પો માર્ગ સાઇડે પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પોનો ચાલક તથા ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.
મળતી માહિતી મુજબ, સાપુતારા માલેગામ રાષ્ટ્રિય ધોરીમાર્ગના ઘાટ માર્ગમાં પુણેથી મશીનરી ભરી અમદાવાદ જઈ રહેલા ટેમ્પો નંબર આરજે/32/જીબી/8504ની અચાનક બ્રેક ફેલ થતા બેકાબુ બનેલ ટેમ્પોને કાબુમાં કરવા ચાલકે સમય સૂચકતાથી માર્ગ સાઈડની દીવાલ સાથે અથડાવી માર્ગ ઉપર જ પલટી મારી દેતા ટેમ્પો ઊંડી ખીણમાં ખાબકતા બચ્યો હતો. આ અકસ્માતમાં ચાલક તથા ક્લીનરનો ચમત્કારિક બચાવ થવા સાથે ટેમ્પોને જંગી નુકસાન થવા પામ્યું હતું. (વનરાજ પવાર દ્વારા આહવા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application