Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માલેગામ ઘાટ માર્ગ ઉપર ટેમ્પો અને ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો

  • April 13, 2021 

ડાંગ જીલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટ માર્ગમાં એક શેરડીનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો તેમજ માલ-સામાનનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયા હતા.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં નાસિક તરફથી શેરડીનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ એક આઈસર ટેમ્પો નંબર જીજે/16/એવી/0618 તથા ટ્રક નંબર આરજે/35/જીએ/2273 જે બન્ને વાહનોનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરી માર્ગનાં માલેગામ ઘાટ માર્ગમાં ચાલકોએ સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા સ્થળ પર આઈસર ટેમ્પો અને ટ્રક પલ્ટી મારી જતા ઘટના સ્થળે ડબલ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

 

 

 

 

આ બન્ને અકસ્માતનાં બનાવમાં ટ્રકમાં ભરેલ માલ-સામાનનાં જથ્થા સહિત આઈસર ટેમ્પોમાં ભરેલ શેરડીનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે બન્ને વાહનોનાં ચાલક સહિત ક્લીનરને શરીરનાં ભાગે નાની-મોટી ઈજાઓ પહોંચતા તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application