ડાંગના જીલ્લા સેવા સદનમાં જીલ્લા સમાહર્તા એમ.કે.ડામોરની ચેમ્બરમાં ડાંગના 5 રાજવીને પોલીટીકલ પેન્શન એનાયત કરવા સાથે તેમનું શાલ ઓઢાવિને સન્માન કરાયું હતું. આ સાથે પાનબીડું અર્પવાની પ્રથા પણ નિભાવી આ વર્ષે પહેલી વખત રાજવીઓને સ્મૃતિ ભેટમાં સોનાના સીક્કાનું પણ વિતરણ કરાયું હતું.
ડાંગ જીલ્લા પંચાયતના અધ્યક્ષ મંગળભાઈ ગાવીત, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ડીરેક્ટર બાબુરાવ ચૌર્યની ઉપસ્થિતિમાં ડાંગના ગાઢવી રાજના રાજવી કિરણસિંહ યશવંતરાવ પવાર, દહેરના રાજવી તપનરાવ આનંદરાવ પવાર, લિંગના રાજવી છત્રસિંહ સૂર્યવંશી અને પિંપરીના રાજવી ત્રિકમરાવ સાહેબરાવ પવારનું જીલ્લા પંચાયતના પ્રમુખ સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.
રાજવી પરિવારવતી વાસુરણાના રાજવી ધનરાજસિંહે પ્રજાકીય સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રાધાન્ય આપવું એ જ રાજધર્મ છે તેમ જણાવી, કોરોનાની સ્થિતિ વચ્ચે જીલ્લા પ્રશાંસને આ ઐતિહાસિક પ્રથા નિભાવી તે બદલ અભાર વ્યકત કર્યો હતો. ડાંગના માજી રાજવીઓ, નાયકો, અને ભાઉબંધીઓને સને 2020-21 દરમિયાન વાર્ષિક કુલ રૂપિયા 21,80,9 23/-નું સાલિયાણું અર્પણ કરાયું છે. જેમાં ગઢવી રાજ સહીત દહેર રાજ, વાસુરણા રાજ, કિરલી રાજ, શિવબારા રાજ, ચિંચલી રાજ, અવચાર રાજ, પોળવિહિર રાજ, પીપ્લાઈદેવી રાજ, વાડયાવન રાજ, બિલબારી રાજ, ઝરી ગારખડી રાજનો પણ સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500