ડાંગનાં આહવા નગરમાં મુખ્ય માર્ગને અડીને આવેલ નડતરરૂપ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવાનાં મુખ્ય માર્ગને અડીને આવેલ ફૂટપાથ પર નાની-મોટી દુકાનોનો રાફડો ફાટી નીકળ્યો હતો. જેનાં પગલે રાહદારીઓ સહિત ટ્રાફિકની મોટી સમસ્યા ઉભી થઇ હતી. આહવા નગરમાં ગેરકાયદેસર દુકાનોનાં રાફડાનાં પગલે લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડતી હતી. આ બાબતની ઘણી ફરિયાદો પણ ઉઠી હતી.
આહવા ગ્રામ પંચાયતનાં સરપંચ અને ઉપસરપંચ દ્વારા તમામ દબાણ કર્તાઓને સ્વેચ્છાએ દબાણ હટાવી લેવા જણાવ્યું હતું. આમ છતાં પણ આહવા નગરમાં દબાણ કર્તાઓએ દબાણ હટાવ્યું ન હતું. જેથી સોમવારનાં રોજ આહવા નગરનાં ગ્રામ પંચાયતની ટીમે આહવા નગરમાં મુખ્ય માર્ગને અડીને આવેલા ફૂટપાથ પરનું દબાણ દૂર કરાતા નગરજનોએ રાહત મેળવી હતી. આ સાથે આહવા નગરનાં ફૂટપાથ પર ફરી દબાણ જણાશે તો દબાણ કર્તાઓ સામે ગ્રામ પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application