કોરોના મહામારી વચ્ચે ગરીબ આદિવાસીઓની રોજગારી બંધ થતાં તેઓના પરિવારનું ગુજરાન ચલાવવા ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થવા પામી હતી. તેવા સંજોગોમાં દિવાલીબેન ટ્રસ્ટ અને જનસેવા મંડળના સહયોગથી ડાંગ જિલ્લામાં 130 ગામોમાં સર્વે હાથ ધરી અત્યંત ગરીબ પરિવારના 2 હજાર પરિવારોને લોટ, દાળ, તેલ, ચોખા, ગોળ, મસાલા સહિતની કીટ આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે કલેકટર ભાવિન પંડ્યા અને ધારાસભ્ય વિજયભાઇ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લામાં 130 ગામોના અત્યંત જરૂરિયાતમંદ ગરીબ પરિવારના સર્વે માટે દિવાળીબેન ટ્રસ્ટના ડો.મુકેશભાઈ ભગત, અને સહ કોડીનેટર રાજેશભાઈ પટેલ સાથે જનસેવા મંડળ આહવાના યુવાનો જોડાઈ યાદી તૈયાર કરી દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500